For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ આજે ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાને આજે બતાવશે લીલી ઝંડી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુરુવારે ત્રણ રુટ પર ગુજરાત ગૌરવ યાત્રાને લીલી ઝંડી બતાવશે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election: ભારતીય જનતા પાર્ટી આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેના પ્રચારને વેગ આપવા માટે રાજ્યમાં પાંચ અલગ-અલગ સ્થળોએથી ગૌરવ યાત્રા કાઢશે. ગુજરાતમાં પાંચ અલગ-અલગ સ્થળોએથી ફ્લેગ ઑફ કરવામાં આવશે અને 10 દિવસની આ યાત્રા રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી 144 બેઠકોમાંથી પસાર થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુરુવારે ત્રણ રુટ પર ગુજરાત ગૌરવ યાત્રાને લીલી ઝંડી બતાવશે.

amit shah

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની ગૌરવ યાત્રાને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. અમિત શાહ આજે જે ત્રણ રૂટ પર ગૌરવ યાત્રાનુ ઉદ્ઘાટન કરશે તેમાં અમદાવાદ જિલ્લાના ઝાંઝરકા ગામમાં સંત સવાઈનાથ મંદિર, અન્ય બે રૂટ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા ઉનઈ માતા મંદિરના છે. અમિત શાહ સવારે 10.30 વાગ્યે અમદાવાદના ઝાંઝરકામાં સંત શ્રી સવૈયા નાથ સમાધિ સ્થાને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી શાહ 'ગુજરાત ગૌરવ યાત્રા'નુ ઉદ્ઘાટન કરશે.

અમિત શાહ બપોરે 1 વાગે ગાંધીનગર સાંસદના નવસારી જિલ્લાના ઉનાઈ માતાના મંદિરે પૂજા અર્ચના કરશે. ત્યાર બાદ ત્યાંથી 'ગુજરાત ગૌરવ યાત્રા' અને 'આદિવાસી વિકાસ યાત્રા'ની પણ શરુઆત કરશે. તમને જણાવી દઈએ કે બુધવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મહેસાણા જિલ્લાના બહુચરાજીથી 'ગુજરાત ગૌરવ યાત્રા'ને લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

જેપી નડ્ડાએ આ પ્રસંગે એક જાહેર સભા દરમિયાન કહ્યુ હતુ કે, 'ભાજપ પાસે સક્રિય, સમર્થક, જવાબદાર અને ઉત્તરદાયી સરકાર છે. ભાજપ સરકાર લોકોની દુર્દશા સમજે છે. કોંગ્રેસે વર્ષો સુધી શું કર્યુ? ભાઈઓ વિરુદ્ધ ભાઈઓને ઉભા કર્યા. લોકોને દરેક ક્ષેત્રે એકબીજા સામે લડાવ્યા છે. જ્યાં વીજળી અને પાણીની જરૂર હતી ત્યાં પાણી પૂરુ પાડવામાં આવ્યુ નથી. જે વિકાસ યાત્રા હાથ ધરવાની હતી તે અટકાવી ભટકાવી, લટકાવી. હવે તેઓ પોતે જ ફસાઈ ગયા છે.' તેમણે કહ્યુ કે, 'ગૌરવ યાત્રા' માત્ર ગુજરાત માટે નથી, સમગ્ર ભારત માટે ગૌરવ સ્થાપિત કરવાની યાત્રા છે. એ સૌભાગ્યની વાત છે કે ગુજરાત દેશને વૈશ્વિક નકશા પર ફરીથી સ્થાપિત કરવા માટે 'ગૌરવ યાત્રા'ની ગંગોત્રી છે. તેને આત્મનિર્ભર બનાવો, વિકસિત કરો.'

English summary
Gujarat Assembly Election: Amit Shah will flag off 'Gujarat Gaurav Yatra' on three routes, read all details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X