'ના ચાલે' સુત્ર સાથે ભાજપ અને કોંગ્રેસનો ચૂંટણીજંગ શરૂ

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી આવી રહી છે, જેને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે તડામાર તૈયારી શરૂ કરી નાખી છે. આ તૈયારીના ભાગ રૂપે બંને પક્ષો દ્વારા વિવિધ સૂત્રો અને બનેરો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ભાજપ દ્વારા અમદાવાદમાં ''સત્તામાં તો શું વિરોધ પક્ષમાં પણ કોંગ્રેસ ચાલે? ના ચાલે'' પ્રશ્નાર્થ ચિન્હ સાથે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ સિવાય બીજા પણ અન્ય સૂત્રો સાથે અલગ અલગ જગ્યાએ બેનરો લગાવવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસે પણ સોશ્યલ મીડિયમાં આ સૂત્ર સાથે સવાલોનો મારો ચલાવ્યો છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, 'ના ચાલે !' સૂત્ર કોંગ્રેસે આગામી ચૂંટણી માટે તૈયાર કર્યું હતું. પણ તે લીક થઇ જતા કોંગ્રેસ મુંજવણમાં મુકાઇ હતી કેમ કે, કોંગ્રેસ આ કેમ્પેન ચાલુ કરે તે પહેલા ભાજપે 'ના ચાલે!' ના હોર્ડિંગ્સ લગાવી દીધા હતા. જેથી કોંગ્રેસે આ અભિયાનને સોશ્યલ મીડિયામાં શરૂ કરી દીધું હતું.

congress

વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપ દ્વારા એક ચૂંટણી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ દ્વારા કેન્દ્ર સરકાર ગુજરાતને થપ્પડ મારતી હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. હાલ કેન્દ્રમાં ભાજપની સરકાર છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાને લઈને આ સરકાર ના ચાલે તેવુ પ્રજાને સમજાવવા 'ના ચાલે' અભિયાન શરૂ કરવાની તૈયારી કરી હતી. પરંતુ કોંગ્રેસ આ 'ના ચાલે' અભિયાન શરૂ કરે તે પહેલાં લીક થઈ જતા કોંગ્રેસ હરકતમાં આવી છે.

English summary
Gujarat assembly election: Gujarat congress Vs Gujarat bjp. Poster war
Please Wait while comments are loading...