For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજ. ચૂંટણી: આ 10 બેઠકો પર રાહુલે વધારે મહેનત કરી હોત તો...

ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર ગુજરાતમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઇ રહી છે. 182 બેઠકોમાંથી ભાજપને 99 અને કોંગ્રેસને 80 બેઠકો મળી છે. આ ચૂંટણીમાં રાહુલ ગાંધીનો પણ જાદુ દેખાયો છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર ગુજરાતમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઇ રહી છે. 182 બેઠકોમાંથી ભાજપને 99 અને કોંગ્રેસને 80 બેઠકો મળી છે. જો કે, ભાજપનો લક્ષ્યાંક 150 બેઠકોનો હતો. આ વખતે રાજ્યમાં ભાજપને જીતવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા સમયમાં કોંગ્રેસે ભાજપ પાસે ખૂબ મહેનત કરાવી હતી. કોંગ્રસ તરફથી રાહુલ ગાંધીએ જાતે મોરચો સંભાળ્યો હતો અને તેઓ અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલને પોતાની તરફ કરવામાં સફળ પણ રહ્યા હતા. ચૂંટણીના પરિણામોનો થોડો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો ધ્યાનમાં આવે છે કે, કુલ 12 બેઠકો એવી છે જેની પર ભાજપ 3000થી ઓછા અંતરે જીત્યું છે. એમાંથી માત્ર 10 બેઠકો પર રાહુલે વધારે ધ્યાન આપ્યું હોત, રણનીતિમાં જરૂરી ફેરફાર કર્યા હોત ગુજરાતના રાજકારણમાં નવા પ્રકરણનો શુભારંભ થયો હોત.

ગોધરા

ગોધરા

ગોધરાની બેઠક કોંગ્રેસના ખોળામાં આવતા-આવતા રહી ગઇ. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માત્ર 258 બેઠકોનું અંતર હતું. ભાજપના સી.કે.રાઉલજીને અહીં 75,149 મત મળ્યા હતા અને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર(લાલાભાઈ)ને 74,891 મત મળ્યા હતા. આ બેઠક માટે ગુજરાત કોંગ્રેસ અને રાહુલ ગાંધી તરફથી જો થોડા વધુ પ્રયાસો કરવામાં આવ્યા હોત તો ચિત્ર કંઇક અલગ હોત. આ બેઠક પરથી પહેલા પણ સી.કે.રાઉલજી જ ધારાસભ્ય હતા અને ત્યારે તેઓ કોંગ્રેસમાંથી જીત્યા હતા. આ ચૂંટણી પહેલાં જ તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો હાથ પકડ્યો હતો. જો કોંગ્રેસ સી.કે.રાઉલજીને રોકવામાં સફળ રહી હોત કે તેમના ગયા બાદ મતદારોને રિઝવવા માટે વધુ પ્રયાસો કર્યા હોત કોંગ્રેસે આ બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો હોત. બંને ઉમેદવારોના મત વચ્ચેનું અંતર દર્શાવે છે કે આ ક્ષેત્રમાં કોંગ્રેસના વફાદાર મતદારો પણ ઘણા છે.

Recommended Video

Gujarat Assembly Elections 2017: Polling dates announced | Oneindia News
ધોળકા, બોટાદ

ધોળકા, બોટાદ

ધોળકામાં પણ કોંગ્રેસ માત્ર 327 મતથી પાછળ રહી ગઇ છે. આ બેઠક પર ભાજપના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કોંગ્રેસના અશ્વિનભાઇ કમસુભાઇ રાઠોડ વચ્ચે હરીફાઇ હતી. ભાજપના દિગ્ગજ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને અશ્વિનભાઇએ બરાબરીની ટક્કર આપી હતી. બંને વચ્ચેના મતનું અંતર માત્ર 327 હતું, અહીં ભાજપના ભૂપેન્દ્રસિંહને 71,530 અને કોંગ્રેસના અશ્વિનભાઇને 71,2013 મત મળ્યા છે. બોટાદ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સતત આગળ-પાછળ થતા જોવા મળ્યા હતા. અંતે ભાજપના સૌરભ પટેલ 906 મતના અંતર સાથે વિજયી થયા હતા. કોંગ્રેસના કઠથીયા ધીરજલાલ માધવજીભાઇએ એમને બરાબરીની ટક્કર આપી હતી. આ બેઠક પર જો કોંગ્રેસે થોડું વધુ જોર લગાડ્યું હોત તો એમની જીત નિશ્ચિત થઇ હોત.

વિજાપુર, હિંમતનગર

વિજાપુર, હિંમતનગર

પટેલ સમાજના ગઢમાં જીતવા માટે આ વખતે ભાજપે ખૂબ મહેનત કરવી પડી છે. વિજાપુર બેઠક પર ભાજપના રમણભાઇ પટેલ અને કોંગ્રેસના નાથાભાઇ પટેલ વચ્ચે મતનું અંતર 1164 મત હતું. કોંગ્રેસની થોડી વધારે મહેનત તેમને વિજયી બનાવી શકી હોત. આ બેઠક પર ભાજપના રમણભાઇને 72,326 અને કોંગ્રેસના નાથાભાઇને 71,162 મત મળ્યા હતા. હિંમતનગરમાં પણ જીતવું ભાજપ માટે એટલું સરળ નહોતું. અહીં ભાજપના રાજેન્દ્રસિંહ ચાવડાએ કોંગ્રેસના કમલેશકુમાર પટેલને માત્ર 1712ના અંતરથી માત આપી છે.

ગારિયાધાર, ઉમરેઠ

ગારિયાધાર, ઉમરેઠ

આ બેઠક પર ભાજપના કેશુભાઇ નાકરાણી 1876ના અંતરથી વિજયી થયા છે. અહીં ભાજપને 50,635 અને કોંગ્રેસના પરેશભાઇ ખેનીને 48,759 મત મળ્યા છે. ઉમેરઠ બેઠક પર પણ માત્ર 1883 મતના અંતર સાથે ભાજપનો વિજય થયો છે. અહીં ભાજપના ગોવિંદભાઇ પરમારને 68,326 અને કોંગ્રેસના કપીલાબેન ચાવડાને 66,443 મત મળ્યા હતા.

રાજકોટ ગ્રામીણ, ખંભાત, વાગરા

રાજકોટ ગ્રામીણ, ખંભાત, વાગરા

રાજકોટ ગ્રામીણમાં ભાજપના લાખાભાઇ સાગઠીયાની જીત થઇ હતી. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર 2179 મત હતું. ખંભાતની બેઠક પર પણ એ જ ચિત્ર જોવા મળ્યું હતું. ભાજપના મહેશકુમાર રાવલ(મયૂર રાવલ) અને કોંગ્રેસના ખૂશમનભાઇ પટેલ વચ્ચેનું અંતર 2318 મત હતું. વાગરા બેઠક પર પણ ભાજપના અરુણસિંહ રાણા કોંગ્રેસના સુલેમાનભાઇ પટેલથી માત્ર 2628ના અંતરથી જીત્યા છે. આ તમામ બેઠકો પર કોંગ્રેસે જો થોડું વધારે જોર લગાડ્યું હોત તો કોંગ્રેસના ઉપાધ્યમાંથી અધ્યક્ષ બનેલ રાહુલ ગાંધીની રાજકીય સફરમાં જીતના નવા પ્રકરણની શરૂઆત થઇ હોત!

English summary
Gujarat Assembly Election Results 2017: A look at the margins of victory between congress and BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X