2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ દિલ્હીમાં યુવરાજ સાથે બેઠક

Subscribe to Oneindia News

૨૦૧૭ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક યોજી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઈકમાન્ડે આજે કોર કમિટીની બેઠક બોલાવી હતી. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે નવ નિયુક્ત ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, પ્રદેશ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સહીત કોર કમિટીના સભ્યોની આજે બેઠકમાં હાજર રહ્યા હતા.

congress

રાહુલ ગાંધી સાથેની બેઠકમાં પ્રદેશ સંગઠનના મુદ્દાઓનો નિવેડો આવે તેવી શક્યતા છે. આગામી વિધાનસભા ચૂંટણીની કમાન કોને સોંપાશે તે અંગે પણ ચર્ચા થઇ હોવાની શક્યતા છે. બેઠકમાં સંગઠનમાં પાટીદાર સમાજના પ્રતિનિધિને મહત્વ આપવામાં મામલે પણ ચર્ચા થઇ હોવાની શક્યતા છે. આંતરિક મતભેદો આ બેઠકમાં દૂર કરાશે તેવું લાગી રહ્યું છે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આ બેઠક મહત્વપૂર્ણ રહેશે. બેઠક પહેલા શુક્રવારના રોજ નવનિયુક્ત પ્રભારી અને પ્રદેશના નેતા વચ્ચે થયેલી બેઠકમાં ગુજરાતના મામલે રાહુલ ગાંધી સમક્ષ થનારી રજૂઆત મુદ્દાઓ અંગે વિસ્તૃત વિચારણા કરવામાં આવી હોવાની માહિતી સુત્રો પાસેથી મળી હતી.

વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા બેઠક પૂર્ણ થતા તાત્કાલિક નીકળી ગયા હોવાથી થોડા તર્કવિતર્ક સર્જાયા હતા. અને બપોર બાદ ફરી બેઠક થઇ હતી અને શંકરસિંહ વાઘેલા ફરી રાહુલ ગાંધીના નિવાસ્થાને પહોંચ્યા હતા. અગાઉ પણ વિપક્ષના નેતાએ શંકરસિંહ વાઘેલાના નામની આગામી વિધાનસભાની ચૂંટણી માં મુખ્ય પ્રધાન તરીકે જાહેરાત કરવા માટે ગુજરાત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ શંકરસિંહ વાઘેલા નામને ટેકો જાહેર કર્યો હતો. શંકરસિંહ વાઘેલાના બંગલે બેઠકમાં ટેકો જાહેર કર્યાની વાત વહેતી થઇ હતી. જેથી લઇને કોંગ્રેસ હાઈકમાન્ડે બેઠક બોલાવી હોય તેવી સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે, ગુજરાતના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું આગામી ચૂંટણીલક્ષી વિષે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. વિધાનસભા ચુંટણીને લઇ મુખ્ય પ્રધાનના નામની જાહેરાતને લઇ હાઈકમાંડ નક્કી કરશે તેમ જણાવ્યું હતું.

English summary
Gujarat assembly elections 2017: Rahul gandhi one to one meeting with Gujarat's congress leader in Delhi.
Please Wait while comments are loading...