અલગ અલગ ઓપિનિયન પોલમાં ભાજપ-કોંગ્રેસ કેટલી સીટો મળી?

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલ એટલી મહત્વની થઇ ગઇ છે કે નેશનલ મીડિયા પણ જાણે તે લોકસભાની ચૂંટણીના હોય તે દરજ્જે કવર કરી રહ્યું. જો કે તે વાતમાં તો કોઇ જ બે મત નથી કે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઇ છે. અને તેના પરિણામોના પડધમ ગુજરાતમાં જ નહીં ભારતમાં પણ ચોક્કસથી પડશે. 22 વર્ષથી સત્તામાં રહ્યા પછી ભાજપ માટે જ્યાં આ વટનો સવાલ બન્યો છે ત્યાં જ ભારતમાંથી લુપ્ત થતી કોંગ્રેસને જીવંત રાખવા માટે આ ચૂંટણી કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઇ છે. જો કે દરેક ઓપિનિયન પોલ ગુજરાતમાં ભાજપના જ વિજયની વાત કરે છે પણ કોને કેટલી સીટો મળશે તે મામલે તમામના મતત અલગ અલગ છે ત્યાં અહીં વાંચો તમામ પોલની બેઠકની જાણકારી એક જ લેખમાં...

Gujarat

ઇન્ડિયા ટીવી

 • ભાજપ- 106 થી 116 બેઠક
 • કોંગ્રેસ- 63- 73 બેઠક
 • અન્ય- 2 થી 4 બેઠક
ટાઇમ્સ નાઉ
 • ભાજપ- 106 થી 116 બેઠક
 • કોંગ્રેસ- 68 બેઠક
રિપબ્લિક ટીવી
 • ભાજપ- 110 થી 125 બેઠક
 • કોંગ્રેસ- 53 થી 68 બેઠક
ન્યૂ નેશન
 • ભાજપ- 131 થી 141 બેઠક
 • કોંગ્રેસ- 37 થી 47 બેઠક
એબીપી ન્યૂઝ
 • ભાજપ- 92 થી 98 બેઠક
 • કોંગ્રેસ- 79 થી 95 બેઠક
 • અન્ય - 2 થી 8 બેઠક
સહારા CNX
 • ભાજપ- 128 બેઠક
 • કોંગ્રેસ- 52 બેઠક
 • અન્ય - 2 બેઠક
ટીવી 9
 • ભાજપ- 109 બેઠક
 • કોંગ્રેસ- 73 બેઠક
English summary
Gujarat Assembly elections 2017 : Read what all opinion poll says. Read more here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.