For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly elections 2022 : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર કોંગ્રેસમાં જોડાયા, ભાજપ વિશે કહી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly elections 2022 : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે. આજે એટલે કે 28 ઓકટોબરના રોજ તેમને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિહે પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 2017ની ચૂટણી પહેલા તેઓ બાયડ બેઠક પરથી ધારાસભ્ય હતા. તેમણે તેમના પિતા શંકરસિંહ સાથે પાર્ટી છોડી દીધી હતી.

Gujarat Assembly elections 2022

મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા. જોકે, હવે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ વતી નહીં, પરંતુ કોંગ્રેસ તરફથી લડશે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રદેશ એકમ કાર્યાલય ખાતે મહેન્દ્રસિંહ વાઘેલાનું પક્ષમાં સ્વાગત કર્યું હતું.

મીડિયા સાથે વાત કરતા મહેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું નફરતની રાજનીતિ સામે લડવા માંગુ છું.

આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આ અગાઉ હું ભાજપમાં જોડાયો હતો, પરંતુ હું ક્યારેય ભાજપમાં કમ્ફર્ટ ન હતો. છેલ્લા પાંચ વર્ષમાં મેં ક્યારેય પાર્ટીના કોઈ કાર્યક્રમ કે કાર્યમાં ભાગ લીધો નથી.

આ ઉપરાંત મહેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હવે હું કોંગ્રેસમાં પાછો આવ્યો છું, અને પાર્ટી માટે કામ કરીશ. કોંગ્રેસ તરફથી ન તો કોઈ પ્રતિબદ્ધતા છે, ન તો તેમણે કોઈ માંગણી કરી છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, પક્ષ દ્વારા તેમને જે પણ કામ સોંપવામાં આવશે તે તેઓ પૂરી નિષ્ઠાપૂર્વક કરશે.

English summary
Gujarat Assembly elections 2022 : Former Chief Minister Shankar Singh Vaghela's son joined Congress, said this about BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X