
ગુજરાત વિધાનસભાનુ સત્ર શરૂ, દરેક ધારાસભ્યનો કોરોના ટેસ્ટ જરૂરી, 6 MLA સંક્રમિત
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનુ ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયુ છે. આ સત્ર સોમવારથી 5 દિવસ સુધી ચાલશે. પાંચ દિવસીય સત્ર દરમિયાન લગભગ 20 બિલો પર ચર્ચા કરવામાં આવશે. સત્રમાં ભાગ લેવા માટે બધા ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરાવવા અનિવાર્ય કરવામાં આવ્યા હતા. સાથે જ માસ્ક પહેરવુ, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો તેમજ સોશિયલ ડિસ્ટંસીંગ જેવા નિયમ પણ ફૉલો કરવા માટે કહેવામાં આવ્યુ. સમાચાર છે કે તપાસમાં 6 ધારાસભ્યો કોરોના સંક્રમિત મળ્યા છે.

મુખ્યમંત્રી, બધા મંત્રીઓનો ટેસ્ટ થયો
ગુજરાત વિધાનસભાનુ સત્ર શરૂ થતા પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બધા મંત્રીઓ અને ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. આ દરમિયાન જે ધારાસભ્યોના કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા તેમને સત્રમાં આવવાથી રોકી દેવામા આવ્યા છે. માહિતી અનુસાર 6 ધારાસભ્યો સંક્રમિત મળી આવ્યા છે. જેમાં કોંગ્રેસના 4 અને ભાજપના 2 ધારાસભ્ય શામેલ છે.

આ ધારાસભ્ય કોરોના પૉઝિટીવ મળ્યા છે
વાયરસથી ગ્રસિત કોંગ્રેસ ધારાસભ્યોમાં પૂનાભાઈ ગામિત(વ્યારા), નાથાભાઈ પટેલ(ધાનેરા), વીરજી ઠુ્મ્મર(લાઠી) અને જશુ પટેલ(બાયડ) શામેલ છે જ્યારે સત્તાધારી દળ ભાજના કનુ દેસાઈ(પારડી) અને કનુ પટેલ (સાણંદ) સંક્રમિત મળ્યા છે. આ દરમિયાન કહેવામાં આવ્યુ છે કે સત્રમાં જવા માટે ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવવો જરૂરી છે.

લગભગ 20 બિલો પર થશે ચર્ચા
ઉલ્લેખનીય છે કે પાંચ દિવસીય સત્રના સંદર્ભમાં વિગત બુધવારે સંસદીય કાર્ય રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યુ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આયોજિત કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી કે વિધાનસભાના મોનસુન સત્ર દરમિયાન સરકાર લગભગ 20 બિલો પર ચર્ચા કરાવશે. પ્રદીપ સિંહ જાડેજાએ કહ્યુ હતુ કે મોનસુન સત્રમાં એ વાત સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને બધા ધારાસભ્યોને કોરોના ટેસ્ટિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવશે.
પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી ગુજરાત હાઈકોર્ટે સ્વીકારી, જૂન 2019માં થઈ હતી આજીવન કેદ