ભાજપની ટી-શર્ટ અને કોંગ્રેસની છત્રી, કોઇને ખરીદવી છે?

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને હવે આ તૈયારીઓ ખાલી રાજકીય ગલીઓમાં જ નહીં પણ સુરતની ગલીઓમાં પણ જોવા મળી રહી છે. ચૂંટણીના આ હવાનો ફાયદો હવે વેપારીઓ પણ લેવા માંગી રહ્યા છે જે માટે કરીને સુરતમાં હાલ દુકાનોમાં વેચાઇ રહી છે ભાજપની ટી શર્ટ અને કોંગ્રેસની છત્રી જેવી અનેક વસ્તુઓ. ભાજપ અને કોંગ્રેસના લોગોથી લઇને ધ્વજ અને ખેસ જેવી વસ્તુઓની મોટી ડિમાન્ડ હાલ ગુજરાતની બજારોમાં બોલાઇ રહી છે. અને પાર્ટીના કાર્યકર્તાઓ સમતે સામાન્ય નાગરિકો પણ કુતુહલ સાથે તેને ખરીદી રહ્યા છે. 

bjp

જો કે આ દુકાનોના માલિકનું કહેવું છે કે અહીં ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓની વસ્તુઓ વેચવામાં આવી રહી છે. આ દુકાનોમાં બન્ને પાર્ટીઓની વસ્તુઓ એક સાથે જોવા મળે છે.અહીંના વેપારીએ જણાવ્યું કે અમારી દુકાનમાં ન્યૂટ્રલ જગ્યા છે. અમે બન્ને પાર્ટીઓની તમામ વસ્તુઓ રાખીએ છીએ જેથી જેને જે ગમે તે લઇ જાય. વધુમાં જ્યારે હાલ કંઇ પાર્ટીની વસ્તુઓનું વેચાણ થાય છે તેમ પૂછતા દુકાનદારે જણાવ્યું કે હાલ બન્ને પાર્ટીના 50-50 ટકા વસ્તુઓ વેચાય છે. આમ ગુજરાતની જેમ જ દુકાનોમાં પણ કોંગ્રેસ ભાજપને બરાબરની ટક્કર આપી રહ્યું છે તેમ લાગી રહ્યું છે.

English summary
Gujarat Assembly polls: How about buying BJP t-shirt, Congress umbrella in Surat?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.