• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત આર્થિક દ્રષ્ટિએ પહેલાં કરતાં વધુ સદ્ધર બન્યું: સૌરભ પટેલ

By Kumar Dushyant
|

ગાંધીનગર, 6 માર્ચ: ગુજરાતના ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે ગઇકાલે ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા દરમ્યાન વિપક્ષના નેતાએ ગઇકાલે રજૂ કરેલા કેટલાક મુદ્દાઓની વિગતવાર આધારપુરાવા સાથે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, નાણાંકીય શિસ્ત અને શ્રેષ્ઠ નાણાંકીય વ્યવસ્થાપનના કારણે ગુજરાત આર્થિક દ્રષ્ટિએ અગાઉના સમય કરતાં વધુ સદ્ધર રાજ્ય બન્યું છે.

સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા ગુજરાત ફિસ્કલ રીસ્પોન્સીબીલીટી એકટ ર૦૦પની જોગવાઇઓ અનુસાર ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટના ર૭.૧ ટકા સુધી દેવું કરી શકાય પરંતુ ગુજરાતનું વર્ષ ર૦૧ર-૧૩માં દેવું ૧૯.૬૩ ટકા છે. જે આ લિમીટ કરતાં ઓછું છે. આંધ્રપ્રદેશમાં આ ટકાવારી રર.૪, મહારાષ્ટ્રમાં ર૧, પશ્વિમ બંગાળમાં ૩૬.૩ તથા રાજસ્થાનમાં ર૮.૭૪ ટકાની છે.

તેમણે ઉમેર્યું હતું કે, આજે એવરેજ બોરોઇંગ કોસ્ટ ઘટાડવામાં રાજ્ય સરકાર સફળ રહી છે. વર્ષ ર૦૦૧માં ૧૩.પ૦ની હતી તે આજે ર૦૧ર-૧૩ના વર્ષમાં ઘટીને ૮.૯રની થઇ છે. હાલની જી.ડી.પી. પ્રમાણે રાજ્ય આઉટસ્ટેન્ડીંગ ગેરંટી તરીકે અગાઉના વર્ષોમાં રૂા. ૧૬,૦૦૦ કરોડ આપેલા આજે સરકારે ૭,ર૩૪ કરોડની ગેરંટી આપેલી છે. ગુજરાતના બોન્ડ જ્યારે જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે ત્યારે અન્ય રાજ્યો કરતાં ઓછા વ્યાજદરે આવે છે. આ સ્પષ્ટ બતાવે છે કે, રાજ્ય સરકારની આર્થિક સ્થિરતાના કારણે ગેરંટીઝ આપ્યા વગર ગુજરાતને ધિરાણો મળે છે અને એ પણ ઓછા વ્યાજે.

જીડીપીની વિગતો રજૂ કરતાં સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, નવમી પંચવર્ષીય યોજનાના સમયમાં ગુજરાતનો જીડીપી ભૂકંપના કારણે ર.૦૮ ટકા હતો. જ્યારે રાષ્ટ્રીય દર પ.પ ટકા હતો. વર્ષ ર૦૦ર-૦૭ના સમયમાં ગુજરાતનો આ દર વધીને ૧૦.૯૭ ટકા થયો. જ્યારે રાષ્ટ્રનો દર ૭.૭ ટકા થયો હતો. વર્ષ ર૦૦૭-ર૦૧રના સમયગાળા દરમ્યાન ગુજરાતનો આ દર ૯.પ૧ ટકાનો હતો. તેની સામે રાષ્ટ્રનો આ દર ૭.પ ટકા અંદાજવામાં આવ્યો છે. આમ, વર્ષ ર૦૦ર થી થી ર૦૧રના સમય દરમિયાન ગુજરાતની જીડીપી એવરેજ ૧૦.ર૪ ટકાની થાય છે. જ્યારે દેશની ૭.૮૭ ટકાની છે. જે ગુજરાતનો સતત વિકાસ દર્શાવે છે.

સૌરભભાઈ પટેલે રાજ્યના કૃષિ વિકાસ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યમાં કૃષિનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે. દાયકા પહેલાં એક વખતે શૂન્યથી ઓછો વિકાસ દર છેલ્લા એક દાયકામાં ડબલ આંકડા પહોંચ્યો છે તેની સામે કેન્દ્રનો સરેરાશ કૃષિ વિકાસ દર ૩.ર ટકા જેટલો છે.

મંત્રીએ ગેસની બાબતમાં ગુજરાતને થઇ રહેલો અન્યાય કેન્દ્ર સરકારની ભેદભાવ ભરી નીતિને આભારી છે તેની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગુજરાતને જે એપીએમ સસ્તો ગેસ ફાળવે છે તે માત્ર ને માત્ર ઔદ્યોગિક ગૃહોને ફાળવે છે. જ્યારે ગુજરાતને ઘરેલું ગેસ મુક્ત બજારમાંથી ખરીદવો પડે છે. કેન્દ્રના આ અન્યાય સામે તા. ૧પ માર્ચ, ર૦૧રના રોજ ગુજરાતની હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, કેન્દ્ર સરકાર દિલ્હી મુંબઇને જે ભાવે સસ્તો ગેસ ફાળવે છે તેવો ગેસ ગુજરાતને પણ ફાળવે મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જો દિલ્હી અને મુંબઇના ભાવે ગુજરાતને સસ્તો ગેસ ફાળવે તો ગુજરાત સરકાર સીએનજીમાં ૩૦ ટકા ભાવ ઘટાડશે.

સૌરભભાઈએ જણાવ્યું હતું કે, ગેસ આધારિત વીજમથકો માટે પૂરતો ગેસ મળતો નથી. જેના કારણે રાજ્યના ૪,૧૭ર મેગાવોટની ક્ષમતા સામે ગેસના અભાવે માત્ર પ૩૦ એમ.ડબલ્યુ. વીજળી ગેસ આધારિત ઉત્પન્ન કરી શકીએ છીએ. ૩,૬૪ર એમ.ડબલ્યુ. વીજ ઉત્પન્ન કરતા પ્લાંટ ગેસના અભાવે આપણે બંધ કરવા પડયા છે. સ્થાપિત ક્ષમતાથી માત્ર ૧ર ટકા ક્ષમતાથી આ ગેસ આધારિત વીજ સ્ટેશનો ચાલે છે. તેનું કારણ કેન્દ્ર સરકારની ભેદભાવભરી નીતિ જવાબદાર છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, ગેસની જેમ જ ઓઇલ રોયલ્ટીમાં પણ કેન્દ્ર સરકારની નીતિ ભેદભાવભરી છે. વર્ષ ર૦૧૦-૧૧માં ગુજરાતને પ્રતિ ટન રોયલ્ટી રૂા. ર,૩ર૪ ચુકવાઇ હતી. જ્યારે આસામને રૂા. ૩,૩૩૦ ચુકવાઇ હતી. એટલું જ નહીં વર્ષ ર૦૧૧-૧રમાં ગુજરાતની આ રોયલ્ટી ઘટીને રૂા. ૧,૭૯૮ થઇ. જ્યારે આસામની રોયલ્ટી વધીને રૂા. ૩,૬૮ર થઇ છે. વર્ષ ર૦૧૦-૧૧માં રોયલ્ટીની આવક રૂા. ૧,ર૬૯ કરોડની હતી તે ઘટીને રૂા. ૯૪૧ કરોડ થઇ. બે રાજ્યો માટે ફ્રુડ ઓઇલની રોયલ્ટીમાં આવો તફાવત કેમ? એવો અણીયાળો સવાલ પૂછી મંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને થતા અન્યાયને દૂર કરવા અનુરોધ કર્યો હતો. આવી જ રીતે સીએસટીના રૂા. ૪ હજાર કરોડ કેન્દ્ર સરકાર પાસેથી લેવાના બાકી છે. દેશના કુલ રાજ્યો છે તેના કુલ મળીને ૩૪ હજાર કરોડ લેવાના નીકળે છે તેની સામે કેન્દ્ર સરકારને માત્ર રૂા. ૯ હજાર કરોડની જોગવાઇ કરી છે. જેથી આવતા વર્ષમાં ગુજરાતના ફાળે વધુ રૂપિયાના આપવાના નથી.

સમગ્ર દેશમાં મોંઘવારીમાં વધારાનું કારણ કેન્દ્રની નીતિ હોવાનું જણાવતાં સૌરભભાઈ પટેલે ઉમેર્યું હતું કે, છેલ્લા અઢી થી ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકારે ૧૮ વખત પેટ્રોલ ડીઝલમાં ભાવ વધાર્યો અને કુલ ભાવ વધારો રૂા. રર.પ૦ જેટલો થયો છે. આ ભાવ વધારો મોંઘવારીના મૂળમાં છે. પેટ્રોલિયમ સબસીડીમાં કેન્દ્ર સરકારે બજેટમાં રૂા. ૩૦ હજાર કરોડનો ઘટાડો કરાયો છે એટલે હજુ પણ પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધશે અને મોંઘવારી વધશે.

English summary
The Gujarat Government today strongly defended its Budget for 2013-14, terming it as a "model" one and a "catalyst for all-round development" in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more