For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંદિર-તીર્થ સ્થળો પર ભીખ માંગનારાઓને જેલમાં નાખી દેવામાં આવશે, ગુજરાત સરકારની અધિસૂચના

તીર્થ સ્થળો પર ભીખ માંગનારા લોકોને જેલ થઈ શકે છે કારણકે ગુજરાત સરકારે એક અધિસૂચના જારી કરી છે.

|
Google Oneindia Gujarati News

તીર્થ સ્થળો પર ભીખ માંગનારા લોકોને જેલ થઈ શકે છે કારણકે ગુજરાત સરકારે એક અધિસૂચના જારી કરી છે. અધિસૂચના હેઠળ હવે રાજ્યમાં વર્તમાન યાત્રાધામોમાં ભીખ માંગવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ રીતના આદેશને સામાજિક ન્યાય તેમજ અધિકારિતા વિભાગે પણ સ્વીકૃતિ આપી દીધી છે. એ કહેવામાં આવ્યુ છે કે સરકારી આદેશનુ ઉલ્લંઘન કરનારાને જેલમાં નાખી દેવામાં આવશે.

beggers

તમને જણાવી દઈએ કે આમ તો રાજ્યમાં 1960માં સ્થાપના કાળથી ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ લાગેલો હતો પરંતુ આના પર અત્યાર સુધી કડકાઈથી અમલ નહોતો થઈ રહ્યો. જે ઉપરાંત સામાજિક ન્યાય વિભાગ દ્વારા જારી અધિસૂચનામાં કહેવામાં આવ્યુ છે કે રાજ્યના દત્તાત્રેય, ગિરનાર સહિત અન્ય તીર્થસ્થળો જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, ખેડા જિલ્લાની ડાકોર નગરપાલિકા, માતૃગયા, સિદ્ધપુરપાલિકા, શેત્રુંજય તીર્થ પાલીતાણા નાગરપાલિકા તથા પાવાગઢની ચાંપેનેર ગ્રામપંચાયત, બહુચરાજી ગ્રામપંચાયત, શામળાજી ગ્રામપંચાયતમાં ભિક્ષાપ્રવૃત્તિ પ્રતિબંધ અધિનિયમ 1959 પૂર્ણતઃ અમલ કરવામાં આવશે.

રાજ્યપત્રમાં જે અધિસૂચના જારી કરવામાં આવી છે તે મુજબ ભીખ માંગવો એ એક ગુનો છે. એ જોવામાં આવ્યુ છે કે દેશમાં મોટાભાગના ધાર્મિક સ્થળો પર ભિખારીઓની ભીડ રહે છે. ઘણી વાર આ લોકોના કારણે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને મુશ્કેલી થાય છે. આના પર ધ્યાન આપીને ગુજરાતમાં કાયદા પર અમલ કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ પ્રશાંત કિશોરનો અમિત શાહ પર કર્યો કટાક્ષ, દિલ્લીમાં જોરનો ઝટકો ધીરેથી લાગશેઆ પણ વાંચોઃ પ્રશાંત કિશોરનો અમિત શાહ પર કર્યો કટાક્ષ, દિલ્લીમાં જોરનો ઝટકો ધીરેથી લાગશે

English summary
Gujarat: Beggars will be jailed if they begged in outside temples
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X