For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લવ જેહાદ સામે ગુજરાત સરકારમાં કાયદો પાસ, સજા અને દંડ માટે કરી કડક જોગવાઈ

ગુજરાત વિધાનસભામાં 'લવ જેહાદ' તેમજ લગ્નની લાલચ આપીને ધર્માંતરણ કરાવવા જેવા કેસોને અટકાવવા માટે બિલ પાસ થયુ છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં 'લવ જેહાદ' તેમજ લગ્નની લાલચ આપીને ધર્માંતરણ કરાવવા જેવા કેસોને અટકાવવા માટે બિલ પાસ થયુ છે. જૂનો કાયદો 'ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજન એક્ટ-2003'માં સુધારો કરીને રાજ્ય સરકાર આ બિલ લાવી. વિધાનસભા સત્રમાં આને 'ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા બિલ 2021' ના નામથી રજૂ કરવામાં આવ્યુ. જ્યાં ગઈ કાલે તેને પાસ પણ કરી દેવામાં આવ્યુ.

ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ નવા કાયદા વિશે જણાવ્યુ

ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ નવા કાયદા વિશે જણાવ્યુ

ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ નવા કાયદા વિશે જણાવ્યુ કે આ કાયદા હેઠળ ફોસલવીને, ધમકી, લાલચ અને ડર બતાવીને અન્ય ધર્મની યુવતી સાથે લગ્ન અને ધર્માંતરણ માટે 3થી 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ રીતના કેસોમાં 2 લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે. વળી, સગીર તેમજ અનુસૂચિત જાતિ-જનજાતિના કેસમાં 7 વર્ષની સજા થઈ શકે છે. આ રીતના કેસમાં કોઈ સંસ્થાના મદદગાર થવા પર 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

ધર્મ પરિવર્તન કરાવવા માંગતા લોકો પર ગાળિયો કસાશે

ધર્મ પરિવર્તન કરાવવા માંગતા લોકો પર ગાળિયો કસાશે

રાજ્યના ગૃહમંત્રીએ લવ જેહાદનો ઉલ્લેખ કરીને કહ્યુ કે એવી ફરિયાદો મળી રહી હતી કે હિંદુ છોકરીઓને ફસાવવામાં આવતી હતી. તેમના ધર્માંતરણ માટે પોતાનુ નામ અને ઓળખ બદલીને તેમને બીજા ધર્મમાં લઈ લેવામાં આવતા હતા. આના પર રોક લગાવવા માટે અમારી સરકાર બિલ લઈને આવી અને બહુમતથી તેને પાસ કર્યુ. હિંદુ છોકરીઓને ઝાંસામાં લઈને અન્ય ધર્મમાં લગ્ન પર લગ્નો પર જાડેજાએ કહ્યુ કે વિધાનસભામાં જે કાયદો બન્યો છે તે કાયદાથી જ આવા લગ્નો અટકશે. એ લોકો જે હિંદુ છોકરીઓના ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે તેમના પર ગાળિયો કસી શકાશે. મહિલાઓને ઝાંસો આપીને લગ્ન કરવાનુ હવે નહિ ચાલી શકે.

ત્રીજુ આવુ રાજ્ય બન્યુ ગુજરાત

ત્રીજુ આવુ રાજ્ય બન્યુ ગુજરાત

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ લવ જેહાદ સામે કાયદો બનાવનાર રાજ્યોમાં હવે ગુજરાત પણ શામેલ થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે લવ જેહાદ પર સૌથી પહેલા યુપીમાં કાયદો લાવવામાં આવ્યો હતો. ગઈ 27 નવેમ્બરે કાયદો લાગુ થયાના એક મહિના બાદ બરેલીમાં ધરપકડ થઈ. ત્યારબાદ તો આખા રાજ્યમાં કેસો નોંધાવા લાગ્યા. એટા, ગ્રેટર નોઈડા, સીતાપુર, શાહજહાંપુર અને આઝમગઢ જેવા ઘણા જિલ્લાઓમાં પોલિસ-પ્રશાસને કાર્યવાહી કરી. વળી, યુપીની રાજધાની લખનઉમાં પણ આંતર-ધાર્મિક લગ્ન અટકાવવા સુધીના સમાચાર આવ્યા. આ કાયદા હેઠળ ડિસેમ્બરના અંત સુધી ત્યાં 35 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી હતી. કેસો અદાલતમાં પહોંચી ગયા.

ચીનની કોટન ઈન્ડસ્ટ્રી પર મંડરાયો ખતરોચીનની કોટન ઈન્ડસ્ટ્રી પર મંડરાયો ખતરો

English summary
Gujarat: Bill pass against Love Jihad in Gujarat Legislative Assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X