ગુજરાતઃ ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ ભાજપીએ માથુ મુંડાવ્યુ, કહ્યુ - 35 વર્ષમાં પહેલી વાર માંગ્યુ
વલસાડઃ ગુજરાતમાં આ મહિને નગરનિગમની ચૂંટણી થવાની છે. સત્તારુઢ પાર્ટી ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન વલસાડમાં ઉમેદવારોની ટિકિટ વહેંચવામાં આવી તો ટિકિટ ન મળનાર કાર્યકર્તા તેમજ નેતાઓ નારાજ થઈ ગયા. અહીં ચણવઈ તાલુકા પંચાયત સીટ પર ભાજપ નેતા બીનવાડાના પૂર્વ સરપંચ ગણપત પટેલે પોતાની ટિકિટ કપાવા પર રોષ વ્યક્ત કર્યો. ગણપત પટેલ એટલા નારાજ થયા કે પોતાનુ માથુ મુંડાવી દીધુ. જેનુ કારણ જણાવીને તેમણે કહ્યુ, 'હું 35 વર્ષ ભાજપનો કાર્યકર્તા રહ્યો. મે હંમેશા પાર્ટીના હિતમાં કામ કર્યુ. પહેલી વાર કંઈ માંગ્યુ પરંતુ મને ટિકિટ જ ન આપી.'
ગણપત પટેલે ખુદની ટિકિટ કાપવા માટે વલસાડના ધારાસભ્યને જવાબદાર ગણાવ્યા. ગણપતે કહ્યુ કે ગઈ ચૂંટણીમાં પાર્ટીએ મનાઈ છતાં પણ મારી પત્નીને ટિકિટ આપી દીધી જેના કારણે તે હારી ગઈ. પરંતુ મે 35 વર્ષમાં પહેલી વાર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાગ લેવા માટે ટિકિટની માંગ કરી તો ધારાસભ્ય ભરત પટેલે ટિકિટ લેવા દીધી નહિ.
ગણપતનુ કહેવુ છે કે મે મારુ મુંડન કરાવી લીધુ છે. શું એવુ બને કે આટલુ બધુ કરવા છતાં પણ આપણને ટિકિટ ન મળે.
તેમણે કહ્યુ કે અમે બીનવાડાના સરપંચ રહી ચૂક્યા છે. હવે વલસાડમાં ચણવઈ તાલુકા પંચાયત સીટ પર ટિકિટ માંગી રહ્યા હતા પરંતુ આવુ થવા દેવામાં આવ્યુ નહિ. તો મે મુંડન કરાવીને નારાજગી વ્યક્ત કરી. તેમણે આરોપ લગાવ્યો કે હવે જેને પાર્ટીએ આ સીટથી ટિકિટ આપી છે તેની સામે પણ કાર્યકર્તાઓમાં નારાજગી છે. મને નથી લાગતુ કે જનતા મારા જેવુ સમર્થન તેમને આપશે.
ભડકાઉ યુઝર્સ સામે Twitterની કાર્યવાહી, ઘણા અકાઉન્ટ બ્લૉક