કેન્દ્રમાં અમારી સરકાર માટે મંદિરના પક્ષમાં આવ્યો ચુકાદોઃ ભાજપ સાંસદ
ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ કહ્યુ છે કે અયોધ્યા વિવાદમાં રામલલ્લાના પક્ષમાં ચુકાદો આવવાના કારણ કેન્દ્રમાં ભાજપ સરકારનુ હોવુ છે. ગુજરાતની ભરૂચ સીટથી સાંસદ મનસુખ વસાવાએ ગુરુવારે સાંજે પોતાના સંસદીય ક્ષેત્રમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરીને આ વાત કહી છે. તેમણે કહ્યુ, અયોધ્યા કેસ ખતમ થવા અને મંદિરનાપક્ષાં ચુકાદો આવવાનો શ્રેય ભાજપ સરકારને જાય છે આવુ થયુ કારણકે દિલ્લીમાં આપણી સરકાર છે.
મોદી સરકારના પહેલા કાર્યકાળમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રહી ચૂકેલા નસુખ વસાવાએ ભાજપ કાર્યકર્તાઓને કહ્યુ, અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવી ગયો છે. આ ચૂકાદો રામલલ્લાના પક્ષમાં એટલા માટે આવ્યો કારણકે કેન્દ્રમાં આપણી(ભાજપ)ની સરકાર છે. રામ મંદિર સાથે જોડાયેલા મુદ્દાઓ વર્ષો જૂના હતા, કેટલા વર્ષો વીતી ગયા. દેશની આઝાદી પહેલાથી કેસ ચાલી રહ્યોહતો. ઘણા પ્રકારના આંદોલન થયા પરંતુ હવે આનો ઉકેલ થયો. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં હોવાના કારણે સુપ્રીમ કોર્ટને મંદિરના પક્ષમાં ચૂકાદો આપવો પડ્યો.
ગયા શનિવારે સુપ્રીમ કોર્ટે અયોધ્ય વિવાદમાં ઘણી દાયકા જૂના જમીન વિવાદમાં ચુકાદો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની આગેવાનીવાળી 5 સભ્યોની બંધારણીય પીઠે બધી વિવાદિત જમીન રામ લલ્લાને આપવાનો આદેશ આપ્યો છે. વળી, સુન્ની વકફ બોર્ડ માટે અયોધ્યામાં જ મસ્જિદ બનાવવા માટે કોઈ બીજી જગ્યાએ 5 એકર જમીન આપવાના નિર્દેશ આપ્યા છે.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની એક બંધારણીય પીઠે 6 ઓગસ્ટના રોજ આ કેસમાં સુનાવણી શરૂ કરી. સુપ્રીમ કોર્ટમાં સતત 40 દિવસો સુધી ચાલેલી આ સુનાવણી 16 ઓક્ટોબરના રોજ પૂરી થઈ અને 9 નવેમ્બરના રોજ ચુકાદો સંભળાવ્યો. આ પહેલા ઈલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જમીનને રામલલ્લા, નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડને સમાન રીતે વહેંચવાનો આદેશ આપ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટે બદલી દીધો.
આ પણ વાંચોઃ #MeTooના આરોપો પર અનુ મલિકે તોડ્યુ મૌન, ખુલ્લો પત્ર લખી કહી આ વાત