For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પૂનમ માડમના ઠુમકા પર 30 મિનિટમાં 3 કરોડ રૂપિયા ભેગા થયા

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 20 એપ્રિલ: નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય આમ તો વિકાસ કાર્યોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે ચર્ચાનો વિષય ઘણો જ ખાસ છે. રાજ્યના જામનગરની ભાજપ સાંસદ પૂનમબેન માડમે એક ધાર્મિક કાર્યક્રમમાં જોરદાર ઠુમકા લગાવ્યા. આપ જાણીને હેરાન થઇ જશો કે માડમના ઠુમકાઓ પર નોટોનો વરસાદ કંઇક એવી રીતે થયો કે મિનિટોમાં તો ત્યાં રૂપિયાનો ઢગલો થઇ ગયો.

હા માત્ર 30 સેકન્ડમાં 3 કરોડ રૂપિયા લોકોએ લુંટાવી દીધા. વીડિયોના સાર્વજનિક થયા બાદ સાંસદે દલિલ કરી છે કે આ રૂપિયાનો ઉપયોગ ચેરિટી માટે કરવામાં આવશે. પ્રાપ્ત જાણકારી અનુસાર પૂનમ માડમે સોમનાથમાં આહીર સમાજના કાર્યક્રમમાં આવેલા કલાકારો પર મહેરબાન થઇ ગઇ.

poonam madam
તેમણે તેમની પર રૂપિયા લુંટાવવાનું શરૂ કરી દીધું. જોતજોતામાં માડમ પણ કલાકારોની સાથે ડાંસ કરવા લાગી. પછી શું નોટોનો એવો વરસાદ થયો કે 30 મિનિટમાં તો 3 કરોડ રૂપિયા એકઠા થઇ ગયા. જ્યારે આ કાર્યક્રમનો વીડિયો સામે આવ્યો તો રાજનૈતિક બેડામાં ચકચાર મચી ગઇ.

હવે ગુજરાત કોંગ્રેસ ભાજપ સાંસદ પર નિશાનો સાધી રહી છે. આની પર પૂનમનું કહેવું છે કે આવા કાર્યક્રમોમાં નોટો વરસાવવી કોઇ પહેલી ઘટના નથી આવું પહેલા પણ થતું આવ્યું છે. જમા કરવામાં આવેલી રકમનો ઉપયોગ ચેરિટી માટે કરવામાં આવશે. પૂનમનું કહેવું છે કે આ રૂપિયા વહેંચવા માટે નથી. આ અભિવાદન જેવું છે. આ સૌરાષ્ટ્રની 100 વર્ષ જૂની પરંપરા છે. પૂનમે દાવો કર્યો છે કે આ સમારંભમાં એક પૂર્વ ધારાસભ્ય સહિત કેટલાંક કોંગ્રેસી નેતાઓએ પણ ભાગ લીધો હતો.

ભાજપી ધારાસભ્યના ઠુમકા અને નોટોનો વરસાદ જુઓ વીડિયોમાં...

English summary
A controversy has erupted after a video clip went viral today, purportedly showing a woman BJP MP showering currency notes on “devotees” dancing at a religious-cum-community in Junagadh district of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X