For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીતુ વાઘાણી આજે ભરશે નામાંકન, અમિત શાહ રહેશે હાજર

જીતુ વાઘાણી 3 કિલોમીટર લાંબો રોડ શો નીકાળી અમિત શાહની હાજરીમાં ભરશે ઉમેદવારી પત્ર. વધુ જાણો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આજે ભાવનગર પશ્ચિમની બેઠકથી ઉમેદવારી ફોર્મ ભરશે. બીજા શબ્દોમાં જીતુ વાઘાણી આ દ્વારા શક્તિ પ્રદર્શન પણ કરશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને ભુપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે. આ નામાંકન પહેલા જીતુ વાઘાણી અને અમિત શાહ 3 કિલોમીટર લાંબો રોડ શો પણ નીકાળશે. જેમાં 3000 જેટલી બાઇક સાથે કાર્યકર્તાઓ જોડાશે. અને મંદિરમાં દર્શન કરીને વિજય મૂર્હૂર્તમાં જીતુ વાઘાણી ઉમેદવારી પત્ર ભરશે. આ સાથે એક જનસભાનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં અમિત શાહ પણ જનસભાને સંબોધન કરશે.

jitu Vaghani

ઉલ્લેખનીય છે કે આજે મોટી સંખ્યામાં બંન્ને પક્ષના નેતાઓ તેમના ઉમેદવારી ફોર્મ ભરશે. આ સાથે ભાજપ અને કોંગ્રેસ તેના તમામ ઉમેદવારોના લિસ્ટ પણ આજે સાંજ સુધીમાં જાહેર કરી દેશે. ત્યારે જીતુ વાઘાણી 2012ની ચૂંટણીમાં આ જ બેઠકથી કોંગ્રેસના મનસુખભાઇને 53,893 વોટોથી જીત મેળવી હતી. ત્યારે પાટીદાર અનામત આંદોલન પછી જીતુ વાઘાણી શું આ બેઠક પરથી આટલી જ વધુ વોટો સાથે જીત મેળવી શકે છે કે કેમ તે હવે જોવું રહ્યું.

English summary
Gujarat BJP president Jitu Vaghani files nomination form today. Amit shah will also present
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X