For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: પશ્વિમ સુરતની સીટ ભાજપના કબજામાં, પૂર્ણેશ મોદીની જીત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સુરત, 8 ડિસેમ્બર: સત્તારૂઢ ભાજપે સુરત પશ્વિમ વિધાનસભાની સીટ માટે યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસને મોટા અંતરે હરાવી સીટ જાળવી રાખી છે. ભાજપના પૂર્ણેશ મોદીએ કોંગ્રેસના પ્રતિદ્વંદીને 66,000 હજારથી મતોથી હરાવ્યા છે. આ સાથે જ 192 સભ્યોવાળી ગુજરાત વિધાનસભામાં ભાજપની સીટોની સંખ્યા વધીને 120 થઇ ગઇ છે.

જિલ્લા ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે ભાજપની સુરત શહેર એકમના અધ્યક્ષ પૂર્ણેશ મોદીને 86,061 મત મળ્યા જ્યારે તેમના વિપક્ષી અને કોળી પટેલ સમાજના પ્રતિષ્ઠિત નેતા ડીએલ પટેલને ફક્ત 19,769 મત મળ્યા.

surat-modi

મુખ્ય ચૂંટણી અધિકારી અને સુરતના જિલ્લાધિકારી જયપ્રકાશ શિવહરેએ કહ્યું કે મતગણતરી પૂરી થઇ ગઇ છે. ભાજપના પૂર્ણેશ મોદીએ 66,292 મતોના અંતરથી પોતાના નજીકના (કોંગ્રેસી) પ્રતિદ્વંદીને હરાવ્યા છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્ણેશ મોદીને તેમની જીત બદલ શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી બીજા રાજ્યોમાં ચૂંટણી પ્રચારને લઇને વ્યસ્ત હોવાના લીધે તે આ વિધાનસભા ક્ષેત્રમાં પાર્ટી ઉમેદવાર માટે પ્રચાર કરી શક્યા ન હતા.

નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું કે પૂર્ણેશ મોદી અને ભાજપના કાર્યકર્તાઓએ સુરત પશ્વિમ પેટાચૂંટણીમાં મોટી જીત માટે શુભેચ્છા પાઠવી. સુરતના મતદારોને ધન્યવાદ. ભાજપના ધારાસભ્ય કિશોર વેંકાવાળાના નિધનન કારણે અહીં પેટાચૂંટણીની જરૂરિયાત પડી. કિશોર વેંકાવાળા ડિસેમ્બર 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિજય બન્યા હતા. ભાજપે સતત છઠ્ઠીવાર આ સીટ પર જીત નોંધાવી છે.

English summary
Ruling BJP today retained the Surat West Assembly constituency, where a bypoll was held, defeating the Congress by an overwhelming margin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X