For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ BJP પ્રદેશ અધ્યક્ષ સોશિયલ ડિસ્ટંસીંગની ધજિયા ઉડાવી હજારો લોકો સાથે અંબાજી પહોંચ્યા

ગુજરાત ભાજપ દ્વારા આ બીજી વાર થયુ જ્યારે સોશિયલ ડિસ્ટંસીંગની ધજિયા ઉડાવવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

બનાસકાંઠાઃ ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અત્યારે આગામી પેટાચૂંટણી માટે કમર કસી રહ્યા છે. એવામાં પોતાના અભિયાન હેઠળ તે ધાર્મિક સ્થળોના દર્શન કરી રહ્યા છે. આજે સોમનાથમાં મહાદેવના દર્શન કરવા ઉપરાંત તે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર પહોંચ્યા. પાટિલ સાથે આ દરમિયાન હજારો લોકો જોડાયા હતા. તેમની રેલીમાં મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વિનાના હતા અને સોશિયલ ડિસ્ટંસીંગને પણ ફોલો નહોતા કરતા.

cr patil

આ રીતે આ બીજી વાર થયુ જ્યારે સોશિયલ ડિસ્ટંસીંગની ધજિયા ઉડાવવામાં આવી છે. ચિંતાની વાત એ છે કે ગુજરાત જુલાઈ મહિના સુધી દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાંનુ એક હતુ. ખૂબ મુશ્કેલીથી આ મહામારી અહીં થોડી નિયંત્રણમાં આવી હતી. જેના કારણે ગુજરાત સંક્રમણના કેસમાં સુધારો કરીને ત્રીજા-ચોથાથી 12માં નંબરે પહોંચી ગયુ હતુ. પરંતુ હવે જે રીતે ભાજપના નેતાઓની રેલીઓ થઈ રહી છે તેનાથી લાગે છે કે રાજકારણ જ પ્રાથમિકતામાં છે અને લોકોને મરવાનો પણ ડર નથી.

તમને જણાવી દઈએ કે અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સ્થિત છે. ભાજપ ગુજરાતના પ્રદેશાધ્યક્ષ આનાથી લગભગ 15 દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં સોમનાથ ગયા હતા ત્યાં પણ લોકોના ટોળા ભેગા થયા હતા. વેરાવળમાં સોમનાથ રેલી કર્યા બાદ પણ વિવાદ થયો હતો. એ રેલીમાં સુરતના ભાજપ ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના પૉઝિટીવ થઈ ગયા હતા જે મુશ્કેલીથી રિકવર થયા. ત્યારે કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યા હતા. પરંતુ સત્તાધારી પક્ષે રાજકારણને પ્રાથમિકતા આપીને એક વાર ફરીથી નિયમોને નેવે મૂકી દીધા હતા.

પબજી બેન થયુ તો સોશિયલ મીડિયા પર આવ્યુ જોક્સ-મીમ્સનુ પૂરપબજી બેન થયુ તો સોશિયલ મીડિયા પર આવ્યુ જોક્સ-મીમ્સનુ પૂર

English summary
Gujarat BJP State President CR Patil's rally breaks Social Distancing for Ambaji visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X