રાહુલ ગાંધી મળવા ગયા લોકોને તો મોદી-મોદીના નારા લાગ્યા

Posted By:
Subscribe to Oneindia News

રાહુલ ગાંધી બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોનું મુલાકાલે છે. ત્યારે ધાનેરા માર્કેટિંગ યાર્ડમાં રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવતા રાહુલ ગાંધીને ત્યાંથી જવું પડ્યું. ઉલ્લેખનીય છે કે પૂરપીડિતોને મળવા માટે જ્યારે રાહુલ ગાંધી એપીએમસી પહોંચ્યા ત્યારે સ્થાનિકો દ્વારા કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. વધુમાં મોદી-મોદીના નારા પણ લોકોએ લગાવ્યા હતા. લાલ ચોક પર વિરોધ કરવામાં આવતા રાહુલ ગાંધી ત્યાં 5 મિનિટ માંડ રોકાઇને જતા રહેવું પડ્યું હતું. સાથે જ ધાનેરા ખાતે વેપારી સાથે મુલાકાત પછી લાલ ચોકમાં જે સભા રાખવામાં આવી હતી તેને પણ મોદી મોદીના નારા લાગતા મોકૂફ રાખવામાં આવી હતી.

rahul

ઉલ્લેખનીય છે તે રાજસ્થાન અને બનાસકાંઠાના પૂરગ્રસ્તોની મુલાકાતે આવેલા રાહુલ ગાંધી આજે હેલિકોપ્ટરથી સીધા બનાસકાંઠા આવ્યા હતા. જ્યાં તેમણે ભાજપ સરકારે આપેલી સહાયને ઓછી ગણાવી તેમનો વાંક નીકાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના યુવરાજની સાથે આ મુલાકાતમાં ભરત સોલંકી, અર્જૂન મોઢવાડિયા પણ જોડાયા હતા. અને પૂરગ્રસ્તોને રાહુલ ગાંધી ખાદ્ય સામગ્રી પણ આપી હતી.

English summary
Gujarat: Black flags shown to Congress VP Rahul Gandhi in Banaskantha.
Please Wait while comments are loading...