For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Budget 2021: તાજમહેલ કરતાં પણ વધુ લોકો સ્ટેચ્યુ ઑફ યુનિટીને જોવા આવ્યા

નાણામંત્રી નીતિન પટેલે કહ્યુ કે જેટલા લોકો તાજમહેલ જોવા આવ્યા તેના કરતા વધુ લોકો સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા માટે આવ્યા.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ઉપ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ હાલમાં વિધાનસભામાં ગુજરાત સરકારનુ વર્ષ 2021-21નુ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ રજૂ કરતી વખતે તેમણે જણાવ્યુ કે જેટલા લોકો તાજમહેલ જોવા આવ્યા તેના કરતા વધુ લોકો સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા માટે આવ્યા. તેમણે વધુમાં જણાવ્યુ કે સ્ટેચ્યુ ઑફ યુનિટીને ગ્લોબલ ટુરીસ્ટ ડેસ્ટીનેશન તરીકે નામના મળી છે. વિશ્વના પ્રસિદ્ધ 100 પ્રવાસન સ્થલોમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીનો સમાવેશ વર્લ્ડ ફેમસ ટાઈમ મેગેઝીન દ્વારા કરવામાં આવ્યો છે.

Statue of Unity

નાણામંત્રીએ જણાવ્યુ કે શાંઘાઈ કો-ઑપરેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા સ્ટેચ્યુ ઑફ યુનિટીને વિશ્વની 7મી અજાયબીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના બજેટ 2021માં સ્ટેચ્યુ ઑફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ માટે 652 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે નાણામંત્રી નીતિન પટેલે ગુજરાતના ઈતિહાસનુ સૌથી મોટુ બજેટ રજૂ કર્યુ છે જેમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે.

બિનઅનામત રોજગારલક્ષી યોજનાઓ માટે 500 કરોડ, દિવ્યાંગોના સશક્તિકરણ માટે 53 કરોડ, દિવ્યાંગના લગ્ન માટે 8 કરોડ, ગ્રામ પંચાયતોને કનેક્ટિવિટી પુરી પાડવા માટે 154 કરોડ, ડેટા રિકવરી સેન્ટર માટે 65 કરોડ, હેરીટેજ સ્કુલની જાળવણી માટે 25 કરોડ, રાષ્ટ્રીય કુટુંંબ સહાય યોજના માટે 12 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

'ઓછી આવક છતાં ગુજરાત સરકારે વિકાસના કામો અટકાવ્યા નહિ''ઓછી આવક છતાં ગુજરાત સરકારે વિકાસના કામો અટકાવ્યા નહિ'

English summary
Gujarat Budget 2021: More people came to see the Statue of Unity than the Taj Mahal: Nitin Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X