For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Budget 2022 : મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 4976 કરોડની જોગવાઇ

મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકારે આંગણવાડી તેમજ અન્ય પાયાને સ્પર્શતી યોજનાઓ અમલમાં મૂકેલા છે.

|
Google Oneindia Gujarati News

મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકારે આંગણવાડી તેમજ અન્ય પાયાને સ્પર્શતી યોજનાઓ અમલમાં મૂકેલા છે. આ યોજનાઓ દ્વારા તેમના જીવનચક્રના બધા જ તબક્કાઓ ઉપર ભાર મૂકી સંતુલિત, શારીરિક અને માનસિક વિકાસ સુનિશ્ચિત કરવાની સરકારની નેમ છે.

Gujarat Budget 2022

રાજ્યના નાણા પ્રધાન કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, આ વર્ગની મહત્તાને ધ્યાનમાં રાખીને હું ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઇમાં 42 ટકા જેટલો ધરખમ વધારા સાથે ગૃહ સમક્ષ બજેટ રજૂ કરું છું.

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 4976 કરોડની જોગવાઇ

  • સગર્ભા, ધાત્રી માતા અને બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને 1 હજાર દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવા માટે આગામી વર્ષ માટે જોગવાઇ 811 કરોડ.
  • આંગણવાડી કાર્યક્રમમાં બાળકોનાં પોષણ, પૂર્વ શિક્ષણ અને અન્ય સવલતો માટે જોગવાઇ 1153 કરોડ.
  • 3 થી 6 વર્ષનાં બાળકોને ઘરે ઘરે સુખડીનું વિતરણ કરવા તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા જોગવાઈ 1059 કરોડ.
  • ગંગા સ્વરૂપા બહેનોને મદદરૂપ થવા સરકારે આર્થિક સહાય આપવા માટેનાં ધોરણો ઉદાર કર્યા છે. જેથી ત્રણ વર્ષમાં આ યોજના હેઠળ બહેનોની સંખ્યા 1.5 લાખથી વધી આજે 11 લાખ સુધીની થઇ ગઇ છે. આ યોજના અંતર્ગત સહાય આપવા જોગવાઇ 917 કરોડ.
  • 11 થી 18 વર્ષની કિશોરીઓ માટે પૂરક પોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણ આપતી પૂર્ણા યોજના માટે જોગવાઇ 365 કરોડ.
  • આદિજાતિ વિસ્તારના 10 તાલુકાઓમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ આપતી પોષણ સુધા યોજના અમલમાં છે. આ યોજનાનો વ્યાપ વધારી આદિજાતિ વસ્તીનું બાહુલ્ય ધરાવતા 72 તાલુકામાં આ યોજના વિસ્તારવાની અને પ્રતિ વ્યકિત થતા ખર્ચમાં 50 ટકા જેટલો વધારો કરવાની, હું જાહેરાત કરું છું. આ યોજના માટે જોગવાઇ 118 કરોડ.
  • વ્હાલી દીકરી યોજના અંતર્ગત 1 લાખ જેટલી દીકરીઓને જીવનના વિવિધ તબક્કે 1 લાખ સુધીની નાણાકીય સહાય આપવા માટે એલઆઇસીને પ્રીમિયમ આપવા માટે જોગવાઇ 80 કરોડ.
  • ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નંદઘર બાંધકામ અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે જોગવાઈ 31 કરોડ.
  • નારીગૃહોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ ત્યાં રહેતી બહેનોને રોજગારલક્ષી સગવડો પૂરી પાડવા આ ગૃહોને સીસીટીવી તથા ઈન્ટરનેટથી જોડવા માટે જોગવાઇ 1 કરોડ.
English summary
Gujarat Budget 2022 : Provision of Rs. 4976 crore for Women and Child Development Department.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X