For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Budget: રાજ્યભરમાં 10 ગામ દિઠ એક પશુ દવાખાનાનું ખોલવામાં આવશે

Gujarat Budget: રાજ્યભરમાં 10 ગામ દિઠ એક પશુ દવાખાનાનું ખોલવામાં આવશે

|
Google Oneindia Gujarati News

આજે રૂપાણી સરકારના બજેટમાં રાજયના લાખો પશુપાલકોની સહાય માટે મુખ્યમંત્રી પશુદાણ સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી. આ યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એક ગાય કે ભેંસ દીઠ, એક પશુના વિયાણ દરમિયાન એક માસ માટે કુલ ૧૫૦ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર પ૦ ટકા રકમની સહાય આપવામાં આવશે. જેથી દૂધાળા પશુઓને પૌષ્ટિક આહાર મળી રહે. રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજિત ૧૫ લાખ સભાસદ પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે. જે માટે કુલ ૨૨૦૦ કરોડની જોગવાઇ કરવામા આવી છે.

gujarat budget 2020

ગાયોની સાર સંભાળ માટે પાંજરાપોળના માધ્યમથી અનેક સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત છે. સારા નરસા વર્ષોમાં ગુજરાતના ગૌધનને બચાવવામાં આ સંસ્થાઓનું યોગદાન મોટું છે. આવી સંસ્થાઓને પગભર કરવા મદદરૂપ થવા એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ, ઘાસચારાના સંગ્રહ મહિ ગોડાઉન, પાણી માટે ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફ ટોપની સ્થાપના, ઘાસચારાની પ્લોટમાં માઈક્રો ઇરીગેશન, સ્મફલર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવશે. જે માટે કુલ ૨૧૦૦ કરોડની જોગવાઈ. પશુપાલકોને ડેરી ફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવાની યોજનાઓ અંતર્ગત સહાય આપવા ૨૮૧ કરોડની જોગવાઇ.

રાજ્યભરમાં ૧૦ ગામ દિઠ એક પશુ દવાખાનાની સેવાઓ માટે ૩પ કરોડની જોગવાઈ.

હિંમતનગર નજીક રાજપુર નવા ખાતે નવીન વેટરનરી કોલેજ, મત્સ્યોદ્યોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર, પશુ સારવાર સંસ્થાઓ અને ઘનિષ્ઠ પશુ સુધારણાની કચેરીઓના બાંધકામ તેમજ મરામત માટે ર૪૩ કરોડની જોગવાઇ.

ગુજરાતની પ્રખ્યાત દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધનની વિવિધ પ્રવૃતિઓ માટે ૪૩૨ કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે ૨૨૭ કરોડની જોગવાઈ.

મૂંગા પશુપક્ષીઓની સારવાર માટે કરુણા એબ્યુલન્સ ૧૯૬૨ની સેવા ૩૧ શહેરોમાં શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને મહેસાણા શહેરમાં આ સેવા સુદઢ કરવા કુલ ૬૧૩ કરોડની જોગવાઈ.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૭૪૨૩ કરોડની જોગવાઈ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૭૪૨૩ કરોડની જોગવાઈ

English summary
Gujarat Budget: A cattle dispensary will be opened across the state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X