For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્રમાં ધારી, ગઢડા અને મોરબીમાં મતદાન દરમિયાન ઈવીએમ ખોટવાયા

સૌરાષ્ટ્રમાં પેટા ચૂંટણી મતદાન દરમિયાન ઈવીએમ ખોટવાયાની વ્યાપર ફરિયાદો ઉઠી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પર આજે યોજાઈ રહેલી પેટા ચૂંટણી અંતર્ગત સૌરાષ્ટ્રની ધારી, ગઢડા અને મોરબી બેઠક પર સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. દરેક જગ્યાએ મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. કોવિડ-19 મહામારીની ગાઈડલાઈન્સ મુજબ મતદારોએ સોશિયલ ડિસ્ટંસીંગ અને ફરજિયાત માસ્ક પહેરીને મતદાન કરવાનુ છે. વળી, દરેક બુથ પર આરોગ્યની ટીમ દ્વારા મતદારનુ મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યુ છે. જે મતદારોને કોરોનાના લક્ષણ દેખાય તેમને ટોકન પદ્ધતિથી 4 વાગે મતદાન કરવાનુ રહેશે.

evm

સૌરાષ્ટ્રની ધારી બેઠકમાં ભાજપના ઉમેદવાર જે વી કાકડિયાએ ચલાલાની પરા શાળામાં અને કોંગ્રેસ ઉમેદવાર સુરેશ કોટડીયાએ મતદાન કર્યુ હતુ. અહીં સવારથી મતદાન થોડુ ધીમુ ચાલી રહ્યુ છે. પહેલા બે કલાકમાં 6.27 ટકા મતદાન થયુ હતુ. જો કે ભાજપની તરફેણમાં મતદાન થઈ રહ્યુ હોવાનો ભાજપે દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ધારીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ સુરતથી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ધારી બેઠકમાં વધુ મતદાન થાય તે માટે સુરત, અમદાવાદ, ભાવનગર અને ગુજરાતના અન્ય શહેરોમાં રહેતા ઉમેદવારોને લાવવા માટે બંને પક્ષો દ્વારા 100થી વધુ ખાનગી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વળી, ગઢડા બેઠક પર એમ એમ હાઈસ્કૂલમાં ઈવીએમ ખોટવાયાની ફરિયાદ થયા બાદ તેનુ રિપેરીંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત મોરબી-માળિયા બેઠક પર પણ 20 જેટલી જગ્યાએ ઈવીએમ મશીન ખોટવાયાની ફરિયાદ થઈ હતી ત્યારબાદ મશીન બદલીને ફરીથી મતદાન ચાલુ કરવામાં આવ્યુ હતુ.

મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ચમનપરમાં હનુમાન મંદિરમાં પત્ની સાથે પૂજા કરીને મતદાન કર્યુ હતુ. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે પત્ની અને સંતાનો સાથે બૉયઝ હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યુ હતુ. મોરબીમાં મતદારોને આકર્ષવા માટે 5 મહિલા સખી બુથ બનાવવામાં આવ્યા છે જેને 'શક્તિ બુથ' નામ આપવામાં આવ્યુ છે જેનુ તમામ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

કોંગ્રેસ ઉમેદવારે BJP પર મતદારોને કેશ વહેંચવાનો લગાવ્યો આરોપકોંગ્રેસ ઉમેદવારે BJP પર મતદારોને કેશ વહેંચવાનો લગાવ્યો આરોપ

English summary
Gujarat by polls: EVMs were lost during polling in Dhari, Gadda and Morbi in Saurashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X