For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat bypoll: 6માંથી 3 બેઠકો પર હજુ પણ ભાજપ પાછળ, પક્ષ પલટુઓ પર હારનું સંકટ

Gujarat bypoll: 6માંથી 3 બેઠકો પર હજુ પણ ભાજપ પાછળ, પક્ષ પલટુઓ પર હારનું સંકટ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની 6 બેઠક બાયડ, અમરાઈવાડી, રાધનપુર, થરાદ, ખેરાલુ અને લુણાવાણા પર થયેલ પેટાચૂંટણીના પરિણામ ભાજપ માટે નિરાશાજનક છે, તેમાં પણ ખાસ કરીને પક્ષ પલટુ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર હારની તલવાર લટકી રહી છે. રાધનપુર સીટથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર પાછળ ચાલી રહ્યા છે. શરૂઆતી વલણ મુજબ ગુજરાતની ત્રણ સીટ પર કોંગ્રેસ જીતતી દેખાઈ રહી છે.

alpesh thakore

બીજી તરફ બાયડથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલ ધવલસિંહ ઝાલા 10 રાઉન્ડમાંથી એકેય રાઉન્ડમાં લીડ ન બનાવી શક્યા. ત્યારે બાયડ અને રાધનપુર સીટ કોંગ્રેસના ખેમામાં જતી જણાઈ રહી છે. આ ઉપરાંત અમરાઈવાડીમાં પણ ભાજપના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે.

result

જણાવી દઈએ કે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. જેથી રાધનપુર અને બાયડ વિધાનસભા સીટ ખાલી થઈ હતી જ્યારે થરાદ, લુણાવાડા, ખેરાલુ અને અમરાઈવાડી પરથી ભાજપના ધારાસભ્યો લોકસબા ચૂંટણીમાં ચૂંટાતા આ ચાર સીટ ખાલી થઈ હતી ત્યારે ગુજરાત ગુજરાતની આ છ સીટ પર પેટાચૂંટણી કરવી પડી હતી.

vote share

ભાજપે રાધનપુરથી અલ્પેશ ઠાકોરને, બાયડથી ધવલસિંહ ઝાલા, થરાદથી જીવરાજભાઈ પટેલ, લુણાવાડાથી જીજ્ઞેશ સેવક, ખેરાલુથી અજમલભાઈ ઠાકોર અને અમરાઈવાડીથી જગદીશ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે રાધનપુરથી રઘુભાઈ દેસાઈ, બાયડથી જસુભાઈ પટેલ, થરાદથી ગુલાબસિંહ રાજપૂત, ખેરાલુથી બાબુજી ઠાકોર, અમરાઈવાડીથી ધરમેન્દ્ર પટેલ અને લુણાવાડાથી ગુલાબસિંહ ચૌહાણને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.

50 વર્ષમાં જે ન થયું તે દેવેન્દ્ર ફડણવીસે કરી દેખાડ્યું50 વર્ષમાં જે ન થયું તે દેવેન્દ્ર ફડણવીસે કરી દેખાડ્યું

English summary
gujarat bypoll: bjp candidate far away from lead in 3 seats out of 6
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X