For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat bypoll: પક્ષ પલટુઓને જનતાનો તમાચો, ધવલસિંહ હાર્યા, અલ્પેશ હારના રસ્તે

Gujarat bypoll: પક્ષ પલટુઓને જનતાનો તમાચો, ધવલસિંહ હાર્યા, અલ્પેશ હારના રસ્તે

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની 6 સીટ પર થયેલ પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યાં છે. જેમાં ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. ભાજપ બાયડ બેઠક જીતવી લીધી છે અને હજુ ત્રણ સીટ અમરાઈવાડી, રાધનપુર અને થરાદમાં કોંગ્રેસ આગળ છે. જ્યારે ખેરાલુથી ભાજપના ઉમેદવાર જીતી ગયા છે અને લુણાવાણાથી ભાજપના ઉમેદવાર આગળ છે. ત્યારે સવાલ એ છે કે વિધાનસભા અને લોકસભામાં પ્રચંડ જીત મેળવતું ભાજપે શું માત્ર 2 સીટથી જ સંતોષ માનવો પડશે?

bjp

થરાદમાં શરૂઆતી ટ્રેન્ડમાં પાછળ રહેલા ગુલાબસિંહ રાજપૂતે હવે 5300 વોટની લીડ મેળવી લીધી છે. જ્યાર બીજી તરફ અરાઈવાડીમાં 11મા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવારે 3000 વોટની લીડ મેળવી લીધી છે. રાધનપુરમાં પણ પક્ષ પલટુ અલ્પેશ ઠાકોર પાછળ ચાલી રહ્યા છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધવલસિંહ ઝાડેજા અંતિમ રાઉન્ડની ગણતરી થાય તે પહેલા જ હાર સ્વીકારીને મતદાન કેન્દ્રથી બહાર નિકળી ગયા હતા. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધવલસિંહ ઝાલાને જોઈ હોબાળો મચાવ્યો હતો. જણાવી દઈએ કે ધવલ સિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર બંને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી જીત્યા હતા અને બાદમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગ કરી અલ્પેશ અને ધવલસિંહ ઝાલાએ પક્ષ પલટો કર્યો હતો. ત્યારે જનતા જનાર્દને પક્ષ પલટુને તમાચો માર્યો.

Gujarat bypoll: 6માંથી 3 બેઠકો પર હજુ પણ ભાજપ પાછળ, પક્ષ પલટુઓ પર હારનું સંકટGujarat bypoll: 6માંથી 3 બેઠકો પર હજુ પણ ભાજપ પાછળ, પક્ષ પલટુઓ પર હારનું સંકટ

English summary
gujarat bypoll: dhaval singh zala lost, 3 bjp candidates trailing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X