For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના CMએ ભારે વરસાદની આગાહીને પગલે તૈયારીની સમીક્ષા બેઠક બોલાવી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 9 સપ્ટેમ્બર : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદ અને હજી આગામી શુક્રવાર સુધી હવામાને આપેલા ભારે વરસાદની ચેતવણીને પગલે સમગ્ર તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે ગાંધીનગરમાં ભારે વરસાદની સ્થિતિમાં તંત્રની તૈયારી કેવી છે તે અંગેની એક સમીક્ષા બેઠક બોલાવી છે.

ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલી ચેતવણી અનુસાર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવામાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે ઉપરવાસમાં ભારે વરસાદ થતા ગુજરાતની વિવિધ નદીઓમાં પાણીની આવક વધે તો પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઇ શકે છે.

ગુજરાતમાં શુક્રવાર સુધીમાં ક્યાં કેવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તે જાણવા આગળ ક્લિક કરો...

શેના કારણે પડશે વરસાદ?

શેના કારણે પડશે વરસાદ?


બંગાળની ખાડીના વેલમાર્ક લૉ પ્રેશર પશ્ચિમ તરફ ગતિ કરીને છત્તીસગઢ થઇને હાલ વિદર્ભ સુધી આવી પહોંચ્યું છે. આ સિસ્‍ટમ આગામી 24 કલાકમાં મધ્‍યપ્રદેશ પહોંચી જશે. જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ


લૉ પ્રેશનરને કારણે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્‍ય ગુજરાત અને સૌરાષ્‍ટ્ર મોટાભાગના વિસ્‍તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે તેવું અનુમાન છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેઘની માઝા

સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેઘની માઝા


અપરએર સરક્યુલેશન્સને કારણે ગુજરાતના સૌરાષ્‍ટ્રના કાંઠાના વિસ્‍તારોમાં પણ મધ્‍યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે બાકીના સૌરાષ્‍ટ્રના 50 ટકા વિસ્‍તારમાં મધ્‍યમથી ભારે અને બીજા 50 ટકા વિસ્‍તારમાં હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના છે.

અન્ય વિસ્તારો

અન્ય વિસ્તારો


ઉત્તર ગુજરાતમાં મધ્‍યમ વરસાદ પડી શકે છે. જયારે કચ્‍છમાં પાછલા દિવસોમાં હળવા વરસાદની આગાહી છે.

English summary
Gujarat CM called preparation review meeting for heavy rain situation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X