For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરોધ-પ્રદર્શનોમાં ગુંડાગિરી રોકવા ગુજરાત સરકાર લાગુ કરશે નવો કાયદો, થશે 10 વર્ષની સજા

ગુજરાત સરકાર હવે ગુનેગારો સામે એક એવો કાયદો લાવી રહી છે જેમાં 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ હશે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાત સરકાર હવે ગુનેગારો સામે કાયદાની સીમા વધારશે. અહીં રૂપાણી સરકાર એક એવો કાયદો લાવી રહી છે જેમાં 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ હશે. આ કાયદાનુ નામ ગુજરાત ગુંડા અને એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (રોકથામ) અધિનિયમ હશે.

ગુજરાત સરકાર લાવી રહી છે નવો કાયદો

ગુજરાત સરકાર લાવી રહી છે નવો કાયદો

અધિકારીઓનુ કહેવુ છે કે આ કાયદા દ્વારા ગુજરાતમાં વિરોધ-પ્રદર્શનના નામે થતી ગુંડાગીરી પર લગામ કસવાની કોશિશ થશે. આ અધિનિયમ હેઠળ ગુંડાગીરી કરનારને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. સાથે જ દોષી પર 50 હજાર રૂપિયા સુધીને દંડ પણ લગાવવામાં આવી શકે છે.

દોષિઓની સંપત્તિ પણ થશે સીઝ

દોષિઓની સંપત્તિ પણ થશે સીઝ

રાજ્ય સરકાર જે કાયદો લાવવા જઈ રહી છે તે હેઠળ ગુનેગારોને સાવચેતીરૂપે કસ્ટડીમાં રાખવાની જોગવાઈ પણ હશે. આ અધિનિયમ હેઠળ આવા કેસમાં માટે અલગથી કોર્ટ હશે જેથી કાર્યવાહી ઝડપી થઈ શકે. આ સાથે દોષી મળેલા લોકોની સંપત્તિ સીઝ થશે.

આઈજી રેન્જની લેવી પડે પરમિશન

આઈજી રેન્જની લેવી પડે પરમિશન

ગુજરાત ગુંડા અને એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ(રોકથામ) અધિનિયમ લાગુ થયા બાદ જો કોઈ સામે કેસ નોંધવાનો થાય તો આઈજી રેન્જ કે પછી પોલિસ કમિશ્નરની પરમિશન લેવી પડશે. આ પહેલા અસામાજિક ગતિવિધિ રોકથામ(પાસા) અધિનિયમમાં સુધારાની વાત કહેવામાં આવી હતી જેના માટે સરકાર તરફથી જણાવવામાં આવ્યુ હતુ કે પાસા અધિનિયમ હેઠળ સાઈબર ગુના, સાહુકારો તેમજ યૌન ગુનેગારો પર કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

સુશાંત કેસઃ શ્રુતિ મોદીએ CBI સામે ખોલ્યા ઘણા રાઝ, રિયાની વધી શકે મુશ્કેલીઓસુશાંત કેસઃ શ્રુતિ મોદીએ CBI સામે ખોલ્યા ઘણા રાઝ, રિયાની વધી શકે મુશ્કેલીઓ

English summary
Gujarat: CM Rupani to bring The Gujarat Gunda and Anti-Social Activities (Prevention) Act ordinance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X