રાજકોટ માટે તા. ૨૯મી શુકનીયાળ સાબીત થઇ છે

Written By:
Subscribe to Oneindia News

શનિવારે રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજી-૧ ડેમ ઓવરફલો થતાં નીરનાં વધામણાં કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ શહેરના આજી-૧ ડેમ ગત મોડીરાત્રે છલકાઇ જતાં તેમના વધામણાં કરવા એરપોર્ટ થી સીધા જ ડેમ પર પહોંચી ગયા હતા. અને નીરના વધામણા કર્યા બાદ આ પ્રસંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ગત ૨૯મી જુને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણા કર્યા હતા. ત્યારબાદ બરાબર એક મહીના પછી કુદરતની કૃપાથી આજ રોજ ૨૯મી જુલાઇના રોજ આજી ડેમ છલકાઇ જતાં નીરના વધામણાં કર્યા છે. વધુમાં ડેમ પણ ૨૯ ફુટની ઉંચાઇ ધરાવે છે. આમ ૨૯મી તારીખ રાજકોટ માટે શુકનિયાળ સાબીત થઇ છે.

vijay rupani

વધુમાં ગુજરાતમાં ઠેર ઠેર થયેલી અતિવૃષ્ટિના અંગે બોલતા તેમણે જણાવ્યું કે હાલ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલ આપાતકાલીન પરીસ્થિતીમાં રાજયના વહીવટી તંત્ર અને એનડીઆરએફ તેમજ ભારતીય હવાઇ દળ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેના સહયોગથી મહામુલી માનવ જીંદગી બચાવાઇ છે અને હાલ પરિસ્થિત સૂંપર્ણપણે કાબુમાં છે. ઉલ્લેખનીય છે કે તે બાદ વિજય રૂપાણીએ રાજકોટમાં હેકથલોનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

English summary
Gujarat CM Vijay Rupani visited overflowing Aji dam in Rajkot
Please Wait while comments are loading...