ગુજરાતમાં કોલ્ડ વેવ, તૂટ્યો 10 વર્ષનો રેકોર્ડ, જાણો હવામાન વિભાગની આગાહી

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કાતિલ ઠંડી પડી રહી છે. જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 2 દિવસ શીતલહેર રહેશે. કચ્છના નલિયામાં સૌથી ઓછુ તાપમાન 4 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. જ્યારે અન્ય શહેરોમાં પણ પારો ઘટ્યો છે. અમદાવાદનુ તાપમાન 8 ડિગ્રી અને રાજકોટનુ તાપમાન 8.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે.

cold wave

આ ઉપરાંત ગાંધીનગરનુ તાપમાન 6.5 ડિગ્રી જ્યારે ડીસા અને પાટણનુ તાપમાન 7.8 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં 6.7 ડિગ્રી સાથે છેલ્લા 10 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટી ગયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ફરીથી બે દિવસ કાતિલ કોલ્ડવેવની સ્થિતિ રહેશે. આગામી 2 દિવસ બાદ તાપમાન 2થી 4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે જેના કારણે ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 28 જાન્યુઆરી સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. 27 અને 28 જાન્યુઆરીએ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરુત, વડોદરા, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે આજે રાજ્યના 14 શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કે તેનાથી નીચુ રહ્યુ હતુ. કચ્છનુ નલિયા સૌથી ઠંડુ રહ્યુ હતુ. નલિયામાં 4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X