ઠંડી સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

ડિસેમ્બર મહિનો પૂરો થવામાં છે, છતાં ગુજરાતમાં કડકડતી ઠંડી જોવા મળી નથી. નલિયા સિવાય રાજ્યના કોઈ શહેરમાં તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું નથી. સામાન્ય રીતે ધ્રુજારી લાવનારી ઠંડી ગાયબ થઈ ગઈ તે ચર્ચાનો વિષય છે અને ડિસેમ્બરમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષા, વરસાદ અને ધુમ્મસની આગાહી કરી છે, પરંતુ આનાથી ઠંડીમાં તાત્કાલિક રાહત મળવાની કોઈ શક્યતા નથી. હિમાચલ પ્રદેશમાં ભારે ઠંડી પડી રહી છે, જ્યાં લાહૌલ-સ્પિતિ, ચંબા, શિંકુ લા, રોહતાંગ પાસ, પાંગી ખીણ અને અટલ ટનલ નજીકના વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, ઉત્તરીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોભ (Western Disturbances) ન આવવાને કારણે ગુજરાતમાં ઠંડી પડી નથી. જો કે, આ સ્થિતિ લાંબો સમય નહીં રહે. તેમણે ૨૨, ૨૩ અને ૨૪ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી કરી છે, જે રવિ પાક માટે સારી રહેશે.

અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં માવઠાની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ૨૧ ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક ભાગોમાં વાદળો આવી શકે છે, જે વરસાદી છાંટા પડવાની શક્યતા ઊભી કરશે.

વધુમાં ૨૧ અને ૨૨ ડિસેમ્બરે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મધ્યમ કક્ષાના પશ્ચિમી વિક્ષોભ સક્રિય થતા રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે. જાન્યુઆરી માસમાં વધુ પશ્ચિમી વિક્ષેપને કારણે કડકડતી ઠંડીનો અનુભવ થશે અને રાત્રિનું તાપમાન નીચું રહેશે.

અંબાલાલ પટેલના મતે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પશ્ચિમી વિક્ષેપોની અસર ચાલુ રહેશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. ગુજરાતમાં ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ કેટલાક ભાગોમાં કરા પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X