ગુજરાત કોંગ્રેસે રાજ્યમાં 10 લાખ સુધીની સ્વાસ્થ્ય યોજનાની કરી જાહેરાત
ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ચૂંટણી પહેલાં સ્વાસ્થ્ય યોજનાની જાહેરાત કરી છે. પોતાના ચૂંટણી ઢંઢેરાના ભાગરૂપે કરવામાં આવેલી જાહેરાતમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતના પ્રત્યેક નાગરિકને રૂ. ૧૦ લાખ સુધી મફત ઈલાજ
ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ચૂંટણી પહેલાં સ્વાસ્થ્ય યોજનાની જાહેરાત કરી છે. પોતાના ચૂંટણી ઢંઢેરાના ભાગરૂપે કરવામાં આવેલી જાહેરાતમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતના પ્રત્યેક નાગરિકને રૂ. ૧૦ લાખ સુધી મફત ઈલાજ મળે તેવી જ 'સ્વાસ્થ્ય યોજના’ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. જેમાં કિડની, લીવર, હાર્ટ જેવા વગેરે અંગોના ટ્રાન્સપ્લાન્ટ, એમ.આર.આઈ., સીટીસ્કેન, એક્સરે, બ્લડટેસ્ટ, કોવિડ ટેસ્ટ સહિતના તમામ પરિક્ષણો પણ વિના મુલ્યે થશે સાથોસાથ ગુજરાતમાં રાઈટ ટુ હેલ્થના વિવિધ પ્રોજેક્ટ લાગુ કરાશે.

આ ઉપરાંત સરકારી કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શીન સ્કીમ બંધ કરીને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા સામાજીક સુરક્ષા માટે જુની પેન્શન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય કરાશે. જેમાં ૨૦૦૪ બાદ નોકરી લાગેલા સરકારી કર્મચારીઓને પણ શેરમાર્કેટ જે તે સમયે શું હશે તેના આધાર પર પેન્શન લાગુ કરવામાં આવશે. ગુજરાતમાં સત્તાવિરોધી લહેર છે. ગુજરાત કોંગ્રેસ ૯૦ દિવસના એક્સન પ્લાનના આધારે ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૫થી વધુ બેઠક સાથે વિજય મેળવવા કામગીરી કરશે.
વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસ પક્ષે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ત્રણ મહિના કેમ્પેઈન કરી ચૂંટણી લડી હતી તેના પરિણામે કોંગ્રેસ પક્ષ માત્ર ૭ સીટોથી સત્તાના જાદુઈ આંકડા સુધી પહોંચવામાં ઉણી ઉતરી હતી અને ભાજપ માત્ર ૯૯ સીટો પર સમેટાઈ ગઈ હતી. વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સમગ્ર નેતૃત્વ ગુજરાતમાં કોંગ્રેસની પ્રજાલક્ષી સરકાર બનાવવા માટે પુરજોરથી કામગીરી કરી રહી છે. ૫ સપ્ટેમ્બરના રોજ 'ભારત જોડો’ યાત્રાનો પ્રારંભ સાથે સમગ્ર રાજ્યના કાર્યકરો અને બુથની જવાબદારી સંભાળતા સાથીદારો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે.












Click it and Unblock the Notifications
