For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાનુ કોરોના વાયરસના કારણે નિધન, પીએમે વ્યક્ત કર્યુ દુઃખ

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી વચ્ચે રાજ્યના એક વરિષ્ઠ કોંગ્રેસ નેતાનુ કોરોના વાયરસના કારણે મોત થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી વચ્ચે રાજ્યના એક વરિષ્ઠ કોંગ્રેસ નેતાનુ કોરોના વાયરસના કારણે મોત થઈ ગયુ. અહીં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ સીટથી 4 વખત ધારાસભ્ય રહેલા ધારસી ખાનપુરાનુ નિધન થઈ ગયુ. તેમના મોતના સમાચાર મળતા જ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સહિત ઠાકોર સમાજમાં શોક વ્યાપી ગયો. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ. સ્વજનોના જણાવ્યા મુજબ ખાનપુરાની તબિયત બગડતા તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે છેલ્લા અમુક સમયથી કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા હતા.

dharsi

ધારસી ખાનપુરા કાંકરેજ તાલુકાના વડા ગામના રહેવાસી હતા. કાલે એટલે કે મંગળવારે આયોજિત વિધાનસભા પેટા ચૂંટણી વચ્ચે તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા. ખાનપુરા વર્ષ 1990માં પહેલી વાર જનતા દળની ટિકિટ પર ચૂંટણી જીતીને પહેલી વાર ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તે 1995, 2002 અને 2012માં કોંગ્રેસના ધારાસભ્ય બન્યા. બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ સીટ તેમણે ભારે મતોથી જીતી હતી.

ધારસીના મૃત્યુ પર શોક વ્યક્ત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ. મોદીએ લખ્યુ કે બનાસકાંઠા જિલ્લાના કાંકરેડના પૂર્વ ધારાસભ્ય ખાનપુરાના અવસાનથી તે દુઃખી છે. તેમણે શોકગ્રસ્ત પરિવાર તેમજ તેમના શુભેચ્છકોને સાંત્વના પણ આપી. આ રીતે કોંગ્રેસના પણ ઘણા નેતાઓએ ખાનપુરાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજ્યમાં કોરોના કાળ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના ઘણા નેતાઓના આકસ્મિક મૃત્યુ થઈ ચૂક્યા છે. કોંગ્રેસ માટે આ એક ફરીથી દુઃખદ સમાચાર છે.

અમદાવાદમાં ચાર બાળકોની મા સાથે સામૂહિક દુષ્કર્મઅમદાવાદમાં ચાર બાળકોની મા સાથે સામૂહિક દુષ્કર્મ

English summary
Gujarat congress leader darshi khanpura passed away due to coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X