અ'વાદમાં રાહુલની હાજરીમાં કોંગ્રેસીઓનો ગજગ્રાહ ચરમસીમાએ

Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરતા જ ઘણી જગ્યાએ આંતરિક ગજગ્રાહ સપાટી પર આવ્યા છે. તેનો દાખલો રાહલુ ગાંધીની શુક્રવાર રાત્રિએ નિકોલમાં યોજાયેલી સભામાં જોવા મળ્યો હતો. કોંગ્રેસ ઉપાધ્યક્ષની હાજરીમાં જ બે ઉમેદવારોના સમર્થકોએ બેનર દર્શાવીને સામ સામા સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે પાટીદારોની વસ્તી વધુ છે તેવા બાપુનગરમાં હિંમતસિંહ પટેલને ઉમેદવાર તરીકે ઉતારવાની તજવીજ હાથ ધરી છે તે સાથે જ હિંમત સિંહનો વિરોધ શરૂ થયો હતો અને રાહુલ ગાંધીની સભામાં દિનેશ શર્માના સમર્થકો પોસ્ટરો લઈને પહોંચી ગયા હતા. અને હિંમંત સિંહને જાકારો આપવાના સૂત્રો પોકાર્યા હતા.

Ahmedabad

તો હિંમત સિંહના સમર્થકોએ દિનેશ શર્માના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાહુલ ગાંધી અંગતપણે રસ લઇને આ બેઠકર માટે ઉમેદવાર જાહેર કરે તેવી માંગણી વ્યક્ત કરી હતી. કોંગ્રેસને પાસને પડખે લીધા બાદ કેટાલીક પાટીદારોને ટિકિટ ફાળવાતા જૂના કોંગ્રેસી કાર્યકારનો ધૂંધવાટ વધી ગયો હોવાની માહિતી પણ બહાર આવી છે.

English summary
Gujarat Congress leaders fight with each other for ticket in front of Rahul Gandhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.