જાણો ક્યારે જોડાશે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં?

Subscribe to Oneindia News

કોંગ્રેસમાંથી બળવો કરીના નીકળી જનારા ધારસભ્યો ટૂંક સમયમાં જ ભાજપ સાથે જોડાશે. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી ભાજપમાં જોડાવાની વાત પણ કરી હતી. સોમવારે વિજય રૂપાણીએ સોમનાથના દર્શન કરીને આવ્યા બાદ રાજકોટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે માહિતી આપી હતી કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વઘાણીની હાજરીમાં બે ધારાસભ્યો મહેન્દ્રસિંહ જાડેજા અને સી.કે રૌલાજી 23 ઓગસ્ટના રોજ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. બાકીના ધારાસભ્યો તબક્કાવાર આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે.

vijay rupani

નોંધનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના 14 જેટલા ધારાસભ્યોએ બળવો કર્યો હતો. જેમાંથી બાળવંતસિંહ રાજપૂત, તેજશ્રીબહેને સૌથી પહેલા રાજીનામુ આપીને કોંગ્રેસને આંચકો આપ્યો હતો. ત્યાર બાદ બીજા 4 ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસને રાજ્યસભાની બેઠક જીતવા માટે 44 ધારાસભ્યોને બેંગલુરુ લઈ જવા પડ્યા હતા. કોંગ્રેસના નેતાઓના ભાજપમાં જોડાણ અંગે મળતી માહિતી અનુસાર, જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા 23 ઓગસ્ટે, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી 24 ઓગસ્ટે, સાણંદના ધારાસભ્ય કરમશી પટેલ 26 ઓગસ્ટે, બોરસદના ધારાસભ્ય રામસિંહ પરમાર અને બાલાશિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ 27 ઓગસ્ટે, માણસાના ધારાસભ્ય અમિત ચૌધરી 28 ઓગસ્ટે અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ 1 સપ્ટેમ્બરે ભાજપમાં જોડાશે.

English summary
Congress MLAs will join BJP.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.