ભરતસિંહ સોલંકીની માતાનું નિધન, કોંગ્રેસી ઉમટ્યા સેક્ટર 19માં

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની માતા વિમળાબેનનું આજે નિધન થયું છે. વિમળાબેન ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પત્ની પણ હતી. 85 વર્ષીય વિમળાબેનની તબિયત થોડા સમયથી ખરાબ હતી. જે બાદ તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ શનિવારે બપોરે તેમનું નિધન થયું છે. જે પછી રવિવારે સવારે 10 વાગે તેમની સ્મશાન યાત્રા નીકળવામાં આવશે. ત્યારે ભરત સિંહ સોલંકીના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાન સેક્ટર 19 ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસી નેતાઓ પહોંચી ભરતસિંહ સોલંકીને દિલાસો આપ્યો હતો.

Bharatsinh

આ સાથે જ ભાજપના નેતાઓ પણ તેમની માતાની મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે જ્યારે ભરતસિંહ સોલંકી રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાની તૈયારીઓમાં હતા ત્યારે જ આ સમાચાર આવ્યા હતા. ત્યારે હાલ તેમનો સમગ્ર પરિવાર શોકગ્રસ્ત બન્યો છે. અને એક પછી એક નેતાઓ તેમના નિવાસ સ્થાને તેમની માતાને શ્રદ્ધાસમુન અર્પિત કરવા માટે અત્યારથી પહોંચી રહ્યા છે. સાથે જ તેમના નજીકના પરિવારજનો પણ તેમના નિવાસ સ્થાન ખાતે પહોંચી રહ્યા છે. 

English summary
Gujarat congress president Bharatsinh solanki mother pass away. Read here more on this news.
Please Wait while comments are loading...