For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ અમૂલ ડેરી બોર્ડ ઑફ ડાયરેક્ટરની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત

કોંગ્રેસને અમૂલ ડેરીનુ પ્રતિનિધિત્વ કરનાર બોર્ડ ઑફ ડાયરેક્ટરની ચૂંટણીમાં 11માંથી 8 સીટો જીતી લીધી છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસને ગુજરાતમાં મોટી સફળતા મળી છે. અહીં પાર્ટીએ કાયરા ડિસ્ટ્રીક્ટ કોઑપરેટીવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ (અમૂલ ડેરીના નામથી જાણીતી)નુ પ્રતિનિધિત્વ કરનાર બોર્ડ ઑફ ડાયરેક્ટરની ચૂંટણીમાં 11માંથી 8 સીટો જીતી લીધી છે. અહીં પાંચ વર્ષ બાદ નિર્દેશક મંડળની ચૂંટણી માટે ગયા શનિવારે ચૂંટણી યોજાઈ હતી. અમૂલ ડેરી સોસાયટી વિભાગ પરિસરમાં સોમવારે થયેલી મતગણતરીમાં માતરથી ભાજપ ધારાસભ્ય કેસરસિંહ સોલંકી સંજય પટેલ હારી ગયા. પટેલે વર્ષ 2017માં સોલંકી સામે વિધાનસભા ચૂંટણી લડી હતી.

કોંગ્રેસના કાંતિ સોઢાને કુલ 107 મતોમાંથી 41 મત

કોંગ્રેસના કાંતિ સોઢાને કુલ 107 મતોમાંથી 41 મત

આ ઉપરાંત આણંદથી કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે 41 મતોથી જીત મેળવી જ્યારે બોરસદથી કોંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર બોરસદ-અંચલ સીટથી જીતીગયા. પરમાર અમૂલના ઉપાધ્યક્ષ પણ છે. કોંગ્રેસ પાર્ટીના અન્ય વિજેતાઓમાં ખંભાતથી સીતા પરમાર, પેટલાદથી વિપુલ પટેલ, કઠલાલથી ઘીલા ઝાલા, બાલાસિનોરથી રાજેશ પાઠક અને મહેમદાબાદથી ગૌતમ ચૌહાણ શામેલ છે. આણંદ બ્લૉકમાં કોંગ્રેસના કાંતિ સોઢાને કુલ 107 મતોમાંથી 41 મત મળ્યા. ત્રણ મત રદ કરાયા જ્યારે બીજા નંબર પર રહેલા ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારને 37 મતો મળ્યા. આ રીતે ભરત સોલંકીને 24, નટવરસિંહ ચૌહાણ અને શિવ પરમારને એક-એક મત મળ્યો.

રાજેન્દ્રસિંહ પરમારની જીત કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ રહી

રાજેન્દ્રસિંહ પરમારની જીત કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ રહી

ખંભાતથી સીતા પરમારને 98માંથી 73 મતો મળ્યા. એક મત રદ કરી દેવામાં આવ્યો. અન્ય ઉમેદવારોમાં હિરણઅક્શી પટેલને 14 મતો મળ્યા અને દક્ષ પટેલને 10 મતો મળ્યા. બોરસદમાં રાજેન્દ્રસિંહ પરમારની જીત કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ રહી કારણકે અનુભવી નેતાએ બોરસદ બ્લૉકમાં બધા 93 મતો મેળવ્યા. પેટલાદમાં 91 મત પડ્યા જેમાં ત્રણ રદ કરી દીધા. અહીં કોંગ્રેસના વિપુલ પટેલને 45 મત મળ્યા.

ભાજપ ધારાસભ્ય કેસરસિંહ સોલંકી હાર્યા

ભાજપ ધારાસભ્ય કેસરસિંહ સોલંકી હાર્યા

માતરથી ભાજપ ધારાસભ્ય કેસરસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો જ્યાં મુખ્ય પ્રતિસ્પર્ધી સંજય પટેલ 88 મતોમાંથી 47 જીત્યા. સોલંકીને માત્ર 26 મતો મળ્યા. અન્ય ઉમેદવાર ધીરુ ચાવડાને 14 મતો મળ્યા અને એક મત રદ કરી દેવાયો. બાલાસિનોર બ્લૉકમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ગૌતમ ચૌહાણને 97માંથી 50 મતો મળ્યા જ્યારે અન્ય ઉમેદવાર ભગવાનસિંહ ચૌહાણને 26 અને રમેશ ઝાલાને 21 મત મળ્યા. કપડવંજમાં શારદાબેન પટેલને 100માંથી 52 મત મળ્યા. નડિયાદમાં વિપુલ પટેલને 100માંથી 58 મત મળ્યા.

JEE Main 2020: કોરોના અને કડક સુરક્ષા વચ્ચે આજથી જેઈઈ મેઈન પરીક્ષા, જાણો જરૂરી વાતોJEE Main 2020: કોરોના અને કડક સુરક્ષા વચ્ચે આજથી જેઈઈ મેઈન પરીક્ષા, જાણો જરૂરી વાતો

English summary
Gujarat: Congress wins the Amul Dairy board of Director elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X