For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેન્સર બોર્ડના સસ્પેન્ડેડ CEO રાજેશ કુમારનું ગુજરાત કનેક્શન અને રેટ કાર્ડ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 22 ઓગસ્ટ : સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના સસ્પેન્ડેડ સીઇઓ રાકેશ કુમારનું ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે. આ કનેક્શન વડોદરામાંથી બહાર આવ્યું છે. વડોદરાની કાલુપુર કોઓપરેટિવ બેંકમાં રાકેશ કુમારે લોકર ખોલાવ્યું હતું. આ લોકરમાંથી એક કિલો સોનું મળી આવ્યું છે.

લોકરમાંથી એક કિલો સોના સાથે કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. હવે પોલીસ રાકેશ કુમારના અન્ય કેટલાક લોકરોની પણ તપાસ થશે. તેમાં અન્ય વિગતો બહાર આવે તેવી પણ શક્યતા છે.

દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત પંજાબી ફિલ્મ 'કૌમ દે હીરે' માટે લાંચ લેવાના આરોપસર ઝડપાયેલા સેન્સર બોર્ડના સસ્પેન્ડેડ સીઇઓ રાકેશકુમારનું ગુજરાત કનેક્શન બહાર આવ્યા બાદ વધારે કડીઓ ખુલશે તેવી સંભાવના છે.

રાકેશ કુમારના વડોદરાની કાલુપુર બેંકના લોકરમાંથી એક કિલો સોનું અને કરોડોની પ્રોપર્ટીના પાંચ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આ પ્રોપર્ટી રાકેશ કુમારના પરિવારજનોના નામે હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે રાકેશ કુમારે સલમાન, શાહરૂખ અને વિદ્યા બાલનની ફિલ્મોના પ્રોડયુસર્સ પાસેથી પણ લાંચ માગી હતી. આ સિવાય ફિલ્મના આઇટમ સોંગ અને સૌથી સારા સીન પર કાતર ફેરવવાની વાત કરીને પણ રાકેશકુમાર લાંચ માગતો હતો.

કહેવાય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં સેન્સર બોર્ડના સીઇઓ બનેલા રાકેશ કુમારે પોતાનું રેટ કાર્ડ તૈયાર કર્યું હતું. રાકેશ કુમારે કેવા રેટ ચાર્જ કરતા હતા તે જાણવા આગળ ક્લિક કરો...

1

1

ફિલ્મ ત્રણથી ચાર દિવસમાં રજૂ કરવા માટે રૂપિયા 1.5 લાખ ચાર્જ

2

2

ફિલ્મ સાત થી આઠ દિવસમાં રજૂ કરવા માટે રૂપિયા 25,000 ચાર્જ

3

3

શોર્ટ ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો ચાર્જ રૂપિયા 15,000

4

4

રાકેશ કુમાર ભારતીય રેલવે પર્સોનલ સર્વિસના અધિકારી હતી. જાન્યુઆરીમાં તેમણે સેન્સર બોર્ડના સીઇઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમને ફિલ્મોનો કોઇ અનુભવ તો નથી પરંતુ તેઓ ડિપ્લોમા ઇન ફિલ્મ્સ ધરાવે છે.

English summary
Gujarat connection of Rakesh Kumar suspended CEO of Censor Board.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X