Gujarat Corona Update : રાજ્યમાં સક્રિય કોવિડ કેસ 150ને પાર

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી બુધવારના રોજ રાજ્યમાં સક્રિય કેસમાં 8નો વધારો થયો હતો. હાલ રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 156 પર પહોંચી છે.

Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી બુધવારના રોજ રાજ્યમાં સક્રિય કેસમાં 8નો વધારો થયો હતો. હાલ રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 156 પર પહોંચી છે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ સક્રિય કેસનો આંકડો 150ને પાર થયો છે.

Gujarat Corona Update

આ સાથે રાજ્યમાં 20 કે તેથી વધુ કેસ નોંધાયા હોય તેવો આ સતત ચોથો દિવસ છે. આ સાથે રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ 10082 છે. જ્યારે રાજ્યમાં કુલ 8,15,678 દર્દીઓ કોરોના મુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

નવા નોંધાયેલા પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો, સુરત શહેર અને વલસાડ જિલ્લામાંથી 5-5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 4, વડોદરા શહેર, ખેડા અને સુરત જિલ્લામાંથી 2-2 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. દૈનિક કેસમાં રાજ્યના શહેરોમાં 50 ટકા કેસ નોંધાયા છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2.32 લાખ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જે સાથે કુલ 6.05 કરોડ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે રાજ્યનો રિકવરી રેટ 98.7 ટકા થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X