For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના 33માંથી 23 જિલ્લાઓમાં એક પણ નવો કોરોના દર્દી નહી, અમદાવાદમાં મળ્યા પાંચ

ગુજરાત સરકારનો દાવો છે કે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો કાબુમાં આવી ચૂક્યા છે. જાણો આરોગ્ય વિભાગની લેટેસ્ટ અપડેટ..

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત સરકારનો દાવો છે કે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો કાબુમાં આવી ચૂક્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ ગુજરાતના બધા 33 જિલ્લાઓમાંથી 23 જિલ્લાઓ એવા છે જ્યાં એક પણ નવો કોરોના દર્દી આવ્યો નથી. હવે 10 જિલ્લાઓ એવા છે જ્યાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. આમાં સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ જિલ્લો છે. જો કે અમદાવાદમાં પણ ઘણા ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. શુક્રવારે અમદાવાદમાં માત્ર 5 નવા દર્દીઓની પુષ્ટિ થઈ. વડોદરા જિલ્લામાં 4, જૂનાગઢમાં 3, ભરુચ અને સુરતમાં 2-2 અને અમેરેલી, આણંદ, દાહોદ, ગીરસોમનાથ તેમજ મોરબી જિલ્લામાં 1-1 કોરોના દર્દી સામે આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મળ્યા 21 નવા દર્દી

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મળ્યા 21 નવા દર્દી

આરોગ્ય વિભાગે જણાવ્યુ કે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, રાજકોટ(મનપા સહિત), પોરબંદર, પાટણ, પંચમહાલ, નવસારી, નર્મદા, મહેસાણા, મહિસાગર, કચ્છ, ખેડા, જામનગર-ગાંધીનગર(મનપા સહિત), દેવભૂમિ દ્વારકા, ડાંગ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર(મનપા સહિત), બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કોરોનાનો એક પણ દર્દી સામે આવ્યો નથી. આ રીતે ગઈ કાલે એટલે કે શુક્રવારે આખા રાજ્યમાં માત્ર 21 નવા કેસ સામે આવ્યા. અન્ય જિલ્લાઓમાં 21 નવા દર્દી સામે આવ્યા છે.

સક્રિય દર્દીઓની સંખ્યા 260

સક્રિય દર્દીઓની સંખ્યા 260

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સક્રિય દર્દીઓની સંખ્યા હવે માત્ર 260 રહી ગઈ છે. તે ઉપરાંત 8,14,514 લોકો એવા છે જે રિકવર થયા છે અને ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે. સરકારનુ એ પણ કહેવુ છે કે રાજ્યમાં લોકોને કોરોના વેક્સીનનો 3,29,89,766 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આ ઉપરાંત 30 જુલાઈ સુધી 2,54,87,154 કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

કયા જિલ્લામાં કેટલા દર્દી

કયા જિલ્લામાં કેટલા દર્દી

રાજ્યમાં કોરોના કાળની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ 824850 સંક્રમિત દર્દીઓ નોંધવામાં આવ્યા છે. આ સંખ્યા સાથે ગુજરાતના દેશના એ 10 રાજ્યોથી સારુ સાબિત થયુ છે જ્યાં કોરોનાના 9 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. ગુજરાત સરકારનો દાવો છે કે રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધી 10076 મોત થયા છે. જ્યારે વિરોધ પક્ષ આ આંકડા લાખોમાં ગણાવે છે.

અમદાવાદ-56, વડોદરા-39, સુરત-32, જામનગર-18, રાજકોટ-13, દાહોદ-12, ગાંધીનગર-10, અમરેલી-9, આણંદ-9, જૂનાગઢ-9, ભરુચ-8, ગિરસોમનાથ-5.

English summary
Gujarat Coronavirus Update: Not a single new covid patients in 23 out of all 33 districts, only five found in Ahmedabad claims Gujarat govt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X