ગુજરાતમાં દલિતને ટોઇલેટનું પાણી પીવડાવ્યું, આ મારી ઔકાત છે
ગુજરાતમાં મોડાસાના વડાલીના એક દલિતનો બીજી કોઈ જાતિની સ્ત્રી સાથે પ્રેમપ્રસંગ ચાલી રહ્યો હતો. કેટલાક લોકોને તેની જાણકારી મળી.
ગુજરાતમાં મોડાસાના વડાલીના એક દલિતનો બીજી કોઈ જાતિની સ્ત્રી સાથે પ્રેમપ્રસંગ ચાલી રહ્યો હતો. કેટલાક લોકોને તેની જાણકારી મળી. તેઓએ દલિતોને ખુબ માર માર્યો હતો. લોકોએ તેને ટોઇલેટનું પાણી પીવડાવ્યું. તેઓ ત્યારપછી પણ અટક્યા નહીં. તેને લાત મારી, પછી તેની પાસે કહેવડાવ્યું કે - આ મારી ઔકાત છે. આ મારપીટનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. જે બાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

તે વીડિયોમાં સાંભળી શકાય છે કે દલિત સાથે ખૂબ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેને જાતિવાદી અભદ્ર શબ્દો કહેવામાં આવ્યા. પત્રકારના જણાવ્યા મુજબ તે દલિત વડાલીનો રહેવાસી છે. તે RO પ્લાન્ટ રિપેરિંગ કામ કરે છે. કેટલાક લોકોએ તેનું અપહરણ કર્યું હતું અને તેને નિર્જન જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં તેને અર્ધનગ્ન કરીને ઢોર માર માર્યો હતો. બળજબરીથી શૌચાલયનું પાણી પણ પીવડાવવામાં આવ્યું હતું.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો યુવકના માથા પર ગંદુ પાણી નાંખીને બળજબરીથી ગુનો કબૂલ કરાવી રહ્યા છે. તે યુવક પણ તેના કહેવા મુજબ બોલે છે કે, હવે તે કોઈ યુવતી સાથે જબરજસ્તી કરશે નહીં. તેની સાથે એક યુવતીને પરેશાન કરતો હોવાની વાતની પણ સ્વીકાર કરતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: પૂર પીડિતોને બચાવનારા એરફોર્સનું હેલિકોપ્ટર હવામાં થયું ખરાબ, ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ












Click it and Unblock the Notifications
