નશામાં ધૂત્ત હતો નિતિન પટેલનો પુત્ર,કર્મચારીએ ફ્લાઇટમાં ચડતા રોક્યો

Written By:
Subscribe to Oneindia News

શિવસેના સાંસદે એરપોર્ટના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કર્યા બાદ હવે ગુજરાતનો આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે. ગુજરાતના ઉપ-મુખ્યમંત્રી નિતિન પટેલ ના પુત્ર જૈમિન પટેલે અમદાવાદ એરપોર્ટ પર કર્મચારીઓ સાથે દલીલબાજી કરી હોવાની ખબર છે. જૈમિન પટેલના માથે સત્તા જ નહીં, દારૂનો પણ નશો ચડેલો હતો, આ કારણે તેમને ફ્લાઇટ બોર્ડ કરવા દેવામાં નહોતી આવી.

nitin patel

સોમવારે જૈમિન પટેલ પોતાની પત્ની અને પુત્રી સાથે સવારે લગભગ 4 વાગ્યે વિમાનથી ગ્રીસ રવાના થનાર હતા. એરપોર્ટ કર્મચારીઓના જણાવ્યા અનુસાર, જૈમિન જ્યારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે નશાની હાલતમાં હતા અને બરાબર ચાલી પણ નહોતા શકતા. તેમણે કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરતા તેમને ફ્લાઇટ બોર્ડ કરવા દેવામાં નહોતી આવી.

ગુજરાતના ઉપ-મુખ્યમંત્રી નિતિન પટેલ સાથે જ્યારે આ અંગે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, આ ખોટી વાત છે. મારો પુત્ર પોતાના પરિવાર સાથે વિદેશ જવાનો હતો, પરંતુ તેની તબિયત ખરાબ હોવાથી જઇ ન શક્યો. મને બદનામ કરવા માટે રાજકારણીય દુશ્મનો દ્વારા આવી ખોટી વાત ફેલાવવામાં આવી રહી છે.

English summary
Gujarat Dy CM Nitin Patel's heavily drunk son prevented from boarding flight.
Please Wait while comments are loading...