For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના શિક્ષામંત્રીએ પત્ર લખીને આસારામના વખાણ કર્યા

ગુજરાતના શિક્ષામંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જેલમાં બંધ બળાત્કારના દોષી આસારામને પત્ર લખીને તેમના વખાણ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના શિક્ષામંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જેલમાં બંધ બળાત્કારના દોષી આસારામને પત્ર લખીને તેમના વખાણ કર્યા છે. ગુજરાતના શિક્ષામંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ તેમના પત્રમાં આસારામને કહ્યું છે કે જે રીતે તેમનું સંગઠન વેલેન્ટાઈન દિવસને (14 ફેબ્રુઆરી) માતૃ-પિતૃ દિવસ તરીકે ઉજવે છે, તેના માટે તેઓ અભિનંદનના હકદાર છે.

આ પણ વાંચો: જાણો કોણ છે વકીલ, જેમને ધમકીઓ વચ્ચે આસારામને જેલ પહોંચાડ્યો

તમે સારો નિર્ણય લીધો છે

તમે સારો નિર્ણય લીધો છે

ગુજરાતના શિક્ષામંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ પોતાના લેટર પેડ પર શુભેચ્છા સંદેશમાં આસારામ માટે લખ્યું છે કે ભારતીય સંસ્કૃતિનું સૂત્ર છે કે- માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને આચાર્ય દેવો ભવ. તમારી સંસ્થાએ વેલેન્ટાઈન દિવસને (14 ફેબ્રુઆરી) માતૃ-પિતૃ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે, આવું કરીને તમારી સંસ્થા ખુબ જ સારું કામ કરી રહી છે.

યુવાનોમાં તેનાથી સારો સંદેશ જશે

યુવાનોમાં તેનાથી સારો સંદેશ જશે

ગુજરાતના શિક્ષામંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ લખ્યું છે કે તમે જે શરૂઆત કરી છે તેનાથી સારો સંદેશ જશે. હું તમારી સંસ્થાના કામ માટે અભિનંદન આપું છું. આ પ્રકારના આયોજન ઘ્વારા યુવાનો પોતાના માતાપિતા પ્રત્યે પોતાની જવાબદારી સમજશે અને તેમની સેવા કરવા માટે પ્રેરિત થશે.

આસારામ સજા ભોગવી રહ્યા છે

આસારામ સજા ભોગવી રહ્યા છે

આપને જણાવી દઈએ કે હાલમાં આસારામ બાપુ જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ છે. ગયા વર્ષે જોધપુરની અદાલતે નાબાલિક સાથે બળાત્કાર કરવાને મામલે આસારામને દોષી જાહેર કરતા તેમને આજીવન કારાવાસની સજા ફરમાવી હતી. આસારામ બાપુ પર વર્ષ 2013 દરમિયાન જોધપુરના એક ફાર્મ હાઉસમાં ઉપચારને બહાને એક છોકરી પર રેપ કરવાનો મામલો સાબિત થઇ ગયો છે.

English summary
Gujarat Education Minister Bhupendrasinh Chudasama congratulate Asaram for celebrating 14 February as Matru Pitru Diwas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X