
ગુજરાતમાં બીજા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 19.17 ટકા મતદાન, સૌથી ઓછુ અમદાવાદમાં 16.95%
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યુ છે. સવારે 11 વાગ્યા સુધી 19.17 ટકા મતદાન નોંધવામાં આવ્યુ છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 23.35 ટકા અને સૌથી ઓછુ અમદાવાદ જિલ્લામાં 16.51 ટકા મતદાન થયુ છે. દિયોદર સીટ પર સૌથી વધુ 23.62 અને સૌથી ઓછુ અમદાવાદની એલિસબ્રિજમાં સીટમાં 12 ટકા જ મતદાન થયુ છે.
ચૂંટણી પંચે આપેલા અહેવાલ મુજબ છોટાઉદેપુરમાં સૌથી વધુ 23.35 ટકા, સાંબરકાંઠામાં 22.18 ટકા અને બનાસકાંઠામાં 21.03 ટકા મતદાન થયુ છે. ગાંધીનગરમાં સવારે 9 વાગ્યા સુધી સૌથી વધુ .05 ટકા મતદાન થયુ હતુ જે સવારે 11 સુધીમાં 20.39 ટકા થઈ ગયુ હતુ. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ભાજપના દિગ્ગજો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અમદાવાદમાં સવારે 9 વાગ્યા સુધી સૌથી ઓછુ 4.20 ટકા મતદાન થયુ હતુ. જે સવારે 11 વાગ્યા સુધીમાં 16.95 ટકા સુધી પહોંચ્યુ હતુ.

મહિસાગરમાં સવારે 11 વાગ્યા સુધી બીજા નંબરનુ સૌથી ઓછુ મતદાન 17.06 ટકા નોંધવામાં આવ્યુ હતુ. નોંધનીય છે કે મોંઘવારી, બેરોજગારી અને મંદીના વિરોધ સાથે બાપુનગરમાં કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે ફાટેલા કપડા સાથે મતદાન કર્યુ હતુ. ફાટેલા કપડાં પહેરીને હાથમાં તેલનો ડબ્બો તથા ગેસનો બેટલો સાથે રાખીને નેતા ઘરેથી આવ્યા હતા. ત્યારબાદ મતદાન મથકની અંદર ફાટેલા કપડાં પહેરીને જઈને વિરોધ સાથે મતદાન કર્યુ હતુ.