For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોટાદ & કામરેજ બેઠક પર 2 કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ ભર્યું

એક જ બેઠક પરથી બે કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું ફોર્મઉમેદવારોની યાદી બાદ વિરોધ અને વિવાદ હજુ પણ શરૂઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

એક બાજુ કોંગ્રેસ બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં વ્યસ્ત છે, ત્યારે બીજી બાજુ પહેલા તબક્કાની ચૂંટણી માટે જાહેર થયેલ ઉમેદવારોના નામ અંગેનો વિવાદ શમ્યો નથી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે બોટાદ બેઠક પરથી સૌ પ્રથમ મનહર પટેલને ટિકિટ આપી હતી. ત્યાર બાદ ઉમેદવારના નામમાં પરિવર્તન કરવામાં આવ્યું. જે હેઠળ બોટાદ બેઠક પરથી ડી.એમ.પટેલને ટિકિટ આપવામાં આવી હતી. આ બેઠક પરથી કોંગ્રેસ તરફથી આ બંનેએ મેન્ડેટ સાથે ઉમદેવારી નોંધાવી દીધી છે. કોંગ્રેસમાં એનસીપી અને પાસ સાથેની સમજૂતીને કારણે ઉમેદવારોની યાદીને મામલે ઉગ્ર વિરોધ અને વિવાદ થયા હતા, જેના પડઘા હજુ પણ સાંભળવા મળી રહ્યાં છે.

congress

સુરતની કામરેજ બેઠક પરથી પણ કોંગ્રેસના 2 ઉમેદવાર અશોક જીરાવાલા અને નિલેશ કુંભાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ તરફથી અશોક જીરાવાલાને મેન્ડેટ આપવામાં આવ્યું છે, આથી નિલેષ કુંભાણીનુ ફોર્મ આપોઆપ રદ થશે. તો અમરેલીના લાઠી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જનક તળાવીયાએ કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દિલ્હીમાં અહમેદ પટેલના નિવાસ સ્થાને બેઠકમાં વ્યસ્ત છે.

English summary
Gujarat Elections 2017: Two Congress candidates filled the nomination form from the same seat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X