ગુજરાત ચૂંટણી: પોલીસના વેશમાં દારૂની હેરાફેરી, બેની ધરપકડ

Subscribe to Oneindia News

ગાંધીનગર ચિલોડા પોલીસે ગઇકાલે રાતના સમયે હિંમતનગર- ચિલોડા હાઇવે પરથી એક બોલેરો કારને રોકીને તેમાં તપાસ કરતા રૂપિયા 20 હજારની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. નવાઇની વાત એ હતી કે, જે બોલેરો કારને પોલીસે રોકીને તપાસ કરી હતી તે કાર પોલીસની પ્લેટ લગાવવામાં આવી હતી અને દારૂની હેરફેર કરનાર બે વ્યક્તિ પૈકી એક વ્યકિતએ પોલીસનો ડ્રેસ પહેર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી, કાર અને દારૂ બીયરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.

Crime

ચિલોડા પોલીસનો સ્ટાફ ગઇકાલે રાતના સમયે ચંદ્રાલા ગામ પાસે વાહન ચેકિંગમાં હતો ત્યારે એક બોલેરો કાર ત્યાથી પસાર થઇ હતી, જેના પર પોલીસનું બોર્ડ લગાવવામાં આવ્યું હતુ. પરંતુ કારના ચાલકે પોલીસને જોઇને ગભરાઇ ગયો હોય તેમ કાર ઝડપથી હંકારી મુકી હતી. જેથી ચિલોડા પોલીસે પીછો કરીને ચિલોડા સર્કલ પાસે જીપને રોકીને તપાસ કરતા તેમાંથી 60 બોટલ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ બે વ્યક્તિ કારમાં બેઠેલા હતા, જેમાં દિલીપ વજેસીંગ ચૌહાણ (રહે. સીગરવા ગામ) નામના વ્યકિતએ પોલીસનો ડ્રેસ પહેર્યો હતો. જયારે બીજા વ્યકિતનુ નામ સજ્જનસિંહ ચુડાવત (રહે. કણભા) હોવાનું જાણવા મળ્યું હતુ. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવી રહ્યો હતો અને કોઇને શંંકા ન જાય તે માટે દિલીપે પોલીસનો ડ્રેસ પહેર્યો હતો.

English summary
Gujarat Election 2017: 2 men, smuggling liquor in police dress, were arrested from Chiloda.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.