વિજય રૂપાણીનો ઓડિયો વાયરલ,ઉમેદવારી પરત લેવાની કરે છે વાત

Written By:
Subscribe to Oneindia News

વિધાનસભા ચૂંટણીની તારીખો જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ વિવાદો વધતા જાય છે. હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની એક ઓડિયો ક્લિપ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેમાં સુરેન્દ્રનગરના નરેશ સંગીતમ સાથે વાત કરતા સાંભળવા મળે છે. આ ઓડિયોમાં વિજય રૂપાણી ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચવાનું કહેતા અને સાથે જ પોતાની આપવીતી વર્ણવતા સાંભળવા મળે છે. સાથે જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોનનો અને પોતે ભારતમાં એક માત્ર જૈન મુખ્યમંત્રી હોવાનો ઉલ્લેખ કરતા પણ સાંભળવા મળે છે. વનઇન્ડિયા ગુજરાતી કોઇ રીતે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. આ ઓડિયો ક્લિપ મામલે મુખ્યમંત્રી વિજાય રૂપાણી તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી.

vijay rupani

ઓડિયો ક્લિપમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નરેશ સંગીતમ વચ્ચે જે વાતો સાંભળવા મળે છે, એ કઇંક આવી છે.

વિજય રૂપાણી - નરેશભાઇ, આપણે લડવાનું નથી. ફોર્મ પાછા જ લેવાના છે, કારણ કે આખા ભારતમાં એક જ જૈન મુખ્યમંત્રી છે.
નરેશ - બરાબર
વિજય રૂપાણી - મને નરેન્દ્રભાઇનો ફોન આવ્યો હતો, તેમણે કહ્યું કે 5 ટકા જૈન નથી છતાં અમે જૈનને મુખ્યમંત્રી બનાવ્યા છે. અને સુરેન્દ્રનગરમાં જૈનો માન્યા કે નહીં?
નરેશ - હા, કેમ ના માને..
વિજય રૂપાણી - આપણા સૌની પરિસ્થિતિ ખરાબ છે, મારી સ્થિતિ વધારે ખરાબ થઇ રહી છે
નરેશ - અમે તમારી પરિસ્થિતિ ખરાબ નહીં થવા દઇએ, તમારો સાથે આપીશું.

English summary
Gujarat Election 2017: CM Vijay Rupani's audio clip regarding nomination form went viral.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.