ગુજરાત ચૂંટણી: કોંગ્રેસે ફોન પર આપ્યા ઉમેદવારોને મેન્ડેટ

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયા બાદ કોંગ્રેસના વિવાદના વાવંટોળ વચ્ચે ઘેરાઇ ગઇ હતી. ત્યાર બાદ બીજા ઉમેદવારોની યાદીમાં તેમણે પ્રથમ યાદીના જ ચાર ઉમેદવારો બદલવા પડ્યા હતા. આ પછી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, હવે કોંગ્રેસ રણનીતિના ભાગરૂપે ઉમેદવારોની બીજી યાદી 26 નવેમ્બરે છેલ્લી ઘડીએ જ જાહેર કરશે. ઉલ્લેખનીય છે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોના નામાંકનની સમગ્ર પ્રક્રિયા સમાપ્ત થઇ ગઇ છે, જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 નવેમ્બર છે અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે.

congress

સૂત્રો અનુસાર, કોંગ્રેસ દ્વારા બીજા તબક્કાની ચૂંટણી માટેની કેટલીક બેઠકો પર ઉમેદવારોને ફોન દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હતા. આ ઉમેદવારો સોમવારે ફોર્મ ભરશે. વિવિધ બેઠકો પર ફોન દ્વારા કોંગ્રેસે મેન્ડેટ આપેલ ઉમેદવારીનો યાદી નીચે મુજબ છે:

 • નડીયાદ: જીતેન્દ્ર પટેલ ઉર્ફે આઝાદ
 • વડગામ: મણીભાઇ વાઘેલા
 • પાલનપુર: મહેશ પટેલ
 • ધાનેરા: જોઇતા પટેલ
 • ડીસા: ગોવાભાઇ દેસાઈ
 • થરાદ: યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત
 • વાવ: ગેનીબેન ઠાકોર
 • કડી: રમેશ ચાવડા
 • મહેસાણા: જીવા પટેલ
 • ખેડબ્રહ્મા: અશ્વિન
 • કોટવાલ: મહેન્દ્રસિંહ બારૈયા
 • વડોદરા શહેર: અનિલ પરમાર
 • સયાજીગંજ: નરેન્દ્ર રાવત
 • અકોટા: રણજીત ચંવાણ
 • રાવપુરા: ભથ્થુભાઈ
 • માંજલપુર: ચિરાગ ઝવેરી
 • દાહોદ: વજેસિંહ પાલડા
 • ઝાલોદ: મિતેશભાઇ ગરાસિયા
 • પાદરા: જયપાલસિંહ પાઢિયાર
 • ગરબડા: ચંદ્રિકાબહેન બારીઆ
 • દેવગઢ બારીયા: ભરતસિંહ વાખળા
 • લુણાવડા: હીરાભાઇ પટેલ
 • ખેરાલુ: રામજી ઠાકોર
 • સંતરામપુર: ગેંદાલભાઇ મોતીભાઇ ડામોર
 • સાવલી: સાગર કોકો
 • દહેગામ: કામીનિબા રાઠોડ
English summary
Gujarat Election 2017: Congress gave mandate to few election candidates on phone. Read here the list of such candidates.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.