મહેસાણાના કોંગ્રેસના સંભવિત ઉમેદવાર નીતિન પટેલને કેમ મળ્યા?

Written By:
Subscribe to Oneindia News

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રવિવારે કોંગ્રેસના નેતા અંગે મોટો ઘટસ્ફોટ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના જીવા પટેલ ભાજપમાં જોડાવા માંગતા અને આ માટે તેમને મળવા પણ ગયા હતા. કોંગ્રેસ તરફથી જીવા પટેલને મહેસાણા બેઠક પરથી ટિકિટ આપવામાં આવે શક્યતા સેવાઇ રહી છે. નીતિન પટેલે કહ્યું હતું કે, જીવા પટેલ છ મહિના પહેલા કડી ખાતે મારી ઓફિસે મને મળવા આવ્યા હતા. કોંગ્રેસે જો આજે જીવા પટેલને ટિકિટ આપી હોય, તો તેમણે વિચારવું રહ્યું કે, છ મહિના પહેલા મારી ઓફિસે આવનાર કાર્યકર્તાને ટિકિટ આપવી કેટલી યોગ્ય છે?

nitin patel

તેમણે આગળ કહ્યું હતું કે, મને એવી પણ જાણકારી મળી છે કે, જીવાભાઇએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે દિલ્હીમાં અમિત શાહનો પણ સંપર્ક કર્યો હતો. એ વખતે તેમણે શરત મૂકી હતી કે, તેમને જો બેચરાજીની ભાજપની ટિકિટ આપવામાં આવે તો તેઓ પક્ષમાં જોડાશે. પરંતુ અમે કોઇ શરત નહોતી માની. નીતિન પટેલના આ ઘટસ્ફોટ બાદ જીવા પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ તમામ આક્ષેપો નકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે, નીતિન પટેલે મારી પર કરેલ આક્ષેપો પાયાવિહોણા છે. હું તેમને માત્ર સામાજિક સંબંધોને કારણે મળવા ગયો હતો.

English summary
Gujarat Election 2017: Congress leader Jiva Patel wanted to join BJP, said Deputy CM Nitin Patel on Sunday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.