ગુજરાત ચૂંટણી 2017: ભરતસિંહ સોલંકી નહીં લડે ચૂંટણી

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી આ વખતે ચૂંટણી નહીં લડે. કહેવાઇ રહ્યું છે કે, ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસ હાઇકમાન્ડ વચ્ચે ઉમેદવારોના નામને લઇને વિખવાદ ઊભો થયો હતો અને આ કારણે જ તેઓ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. ઉલ્લેખનીય છે કે, ભરતસિંહ સોલંકી શુક્રવારે હાઇકમાન્ડની મુલાકાત કરવા દિલ્હી ગયા હતા અને તેમણે પોતાના તરફથી કેટલાક ઉમેદવારોના નામ સૂચવ્યા હતા. પરંતુ તેમના ટેકેદારોને ટિકિટ આપવાની વાત નકારાતા તેઓ નારાજ થયા હતા.

bharatsinh solanki

જો કે, ભરતસિંહ સોલંકીએ આ અંગે કહ્યું હતું કે, સૌએ પોત-પોતાના સૂચનો આપ્યા છે અને સૌની વાત સાંભળવામાં આવી છે. હવે આ અંગે વિચાર કરીને નિર્ણય લેવાશે. એમાં ક્યાંય નારાજગીની વાત આવતી નથી. નોંધનીય છે કે, ભાજપે એક પછી એક એમ બે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જ્યારે કોંગ્રેસ તરફથી હજુ એક પણ યાદી જાહેર થઇ નથી. કોંગ્રેસ 16 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરવાની હતી, પરંતુ હજુ સુધી એક પણ ઉમેદવારના નામની જાહેરાત થઇ નથી. રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરે એવી શક્યતા સેવાઇ રહી છે.

English summary
Gujarat Election 2017: Congress leader Bharatsinh Solanki won't contest for election this time?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.