# ગુજરાતને ડરાવશો નહીં : કોંગ્રેસે સોશ્યલ મીડિયા પર શરૂ કરી તેની ચૂંટણી જાહેર

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સોશ્યલ મીડિયામાં કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ તેનું નવું એડ કેમ્પેઇન શરૂ કર્યું છે. કોંગ્રેસ દ્વારા સોશ્યલ મીડિયામાં ગુજરાતને ડરાવશો નહીં હેશટેગ સાથે કરફ્યુ, દલિત પાટીદાર જેવા મુદ્દાઓ પર સ્લોગન લખીને તસવીરો રજૂ કરવામાં આવી છે. અને તેને ટ્વિટર, ફેસબૂક અને વોટ્સઅપ પર વાયરલ પણ કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસના આ અભિયાનમાં કોંગ્રેસે ભાજપ પર કેવા આક્ષેપ કર્યા છે અને કેવા કેવા મુદ્દાને મૂક્યા છે તે અંગે વિગતવાર જાણો અહીં....

ગુજરાતને ડરાવશો નહીં

ગુજરાતને ડરાવશો નહીં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણીના પ્રચાર અર્થે ગુજરાતને ડરાવશો નહીં તેવી ટેગ લાઇન સાથે કેટલાક સ્લોગન લખેલી જાહેરાતોને સોશ્યલ મીડિયા પર વાયરલ કરી છે. તેમાં પાકિસ્તાન જઇને કેક ખાઇ આવવાવાળા હવે આતંકવાદીના નામે ગુજરાતને ડરાવશો નહીં તેવા મુદ્દા પણ રજૂ કરવામાં આવ્યા છે.

પાટીદાર મુદ્દો

પાટીદાર મુદ્દો

ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપનું કહેવું છે કે તેની સરકારે કર્ફ્યૂ મુક્ત 22 વર્ષ ગુજરાતની જનતાને આપ્યા છે. અને કોંગ્રેસના સમયમાં ગુજરાતમાં કોમી હિંસા સિવાય કંઇ જ જોવા નહતું મળતું. તેના જવાબ રૂપે કોંગ્રેસ તેની જાહેરાત દ્વારા કહ્યું છે કે પાટીદારો અને દલિતો પર અત્યાચાર કરનાર કર્ફ્યૂની વાતો ના કરે તો સારુંં.

વિકાસ પર કોંગ્રેસનો પ્રહાર

વિકાસ પર કોંગ્રેસનો પ્રહાર

ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસની વાર છે ત્યાં કોંગ્રેસે ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ પર આ તસવીરો વાયરલ કરી છે. સાથે જ # ગુજરાતને ડરાવશો નહીં હેશટેગ સાથે પણ તેને સોશ્યલ મીડિયામાં આ તસવીરોને પ્રમોટ કરી છે.

કોંગ્રેસ

કોંગ્રેસ

ત્યારે ગુજરાત કોંગ્રેસે આ દ્વારા મોંધવારી, કાશ્મીર વિવાદ, પાટીદાર અને દલિત મુદ્દાઓ સમેત અનેક મુદ્દાઓ પર ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ પણ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. અને ભાજપની જેમ જ સોશ્યલ મીડિયા દ્વારા વધુમાં વધુ લોકો સુધી પોતાના મત રજૂ કરી રહી છે.

English summary
Gujarat Assembly Election 2017 : Gujarat Congress start their Advertising campaign Gujarat ne daravsho nahi

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.