ભાજપના ચૂંટણી રથને મનસુખ માંડવિયાએ કરાવ્યું પ્રસ્થાન

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો મતદારો તેમના તરફ ઝૂકે તે માટેનું અભિયાન તેજ બનાવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે ચૂંટણી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ રથને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈને અમદાવાદ મીડિયા સેન્ટર ખાતેથી કરાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આવા ૪ રથ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરશે. જેમાં સ્થાનિક કલાકારો સંગીત અને નૃત્યના માધ્યમ દ્વાાર પાર્ટીના વિકાસ કાર્યોનું નિદર્શન જનતા સામે કરશે.

election rath

ચૂંટણી રથમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટીએ નર્મદા ડેમ, બુલેટ ટ્રેન, ઉજ્જવલા યોજનાને ચિત્રોના માધ્યમથી રજૂ કરવામાં આવશે. ખાસ કરીને ભાજપાએ છેલ્લા ૨૨ વર્ષોમાં ગુજરાતમાં કેટલા વિકાસકાર્યો કર્યા છે તે બાબતોને ચૂંટણી રથમાં આવરી લેવાશે. ત્યારે હવે આ રથને લોકો દ્વારા કેવો પ્રતિસાદ મળશે તે જોવાનું રહે છે. ઉલ્લેખનીય છે કે ભાજપ અને રથને જૂનો સંબંધ છે. અડવાણીથી લઇને પીએમ મોદી સુધી આ પહેલા પણ રથયાત્રાઓ દ્વારા પોતાનો મત લોકો સુધી લઇ જવામાં સફળ રહ્યા છે.

English summary
Gujarat Election 2017 : Mansukh Mandaviya Flag off BJP Election Rath

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.